Surat: સામાજિક વનીકરણ દ્વારા સુરત જિલ્લામાં 34 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો લક્ષ્યાંક

|

Aug 13, 2022 | 10:11 AM

રાજ્યમાં (State) કાર્બન ઉત્સર્જન વિના સોલાર, પવન ઊર્જાના માધ્યમથી સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત ઉર્જા મેળવવામાં ગુજરાત સમગ્ર ભારતમાં નંબર વન હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Surat: સામાજિક વનીકરણ દ્વારા સુરત જિલ્લામાં 34 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો લક્ષ્યાંક
Target to plant 34 lakh trees in Surat district through social forestry (File Image )

Follow us on

ગુજરાતને(Gujarat) વૃક્ષોથી આચ્છાદિત કરવાના ભગીરથ અભિયાનમાં (Campaign ) 73માં સુરત જિલ્લા કક્ષાના વન મહોત્સવનો નાણા,ઉર્જા મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈએ (Kanu Desai) સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અણીતા ગામેથી વૃક્ષારોપણ કરી પ્રારંભ કરાવ્યો હતો. અણીતા ગામ સ્થિત વિદ્યાદીપ યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજિત કાર્યક્રમમાં મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે વનોના જતન અને સંવર્ધન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

દર વર્ષે રાજ્ય સરકાર વન મહોત્સવના માધ્યમથી કરોડો વૃક્ષોનું વાવેતર કરી રહી છે. તેમણે કહ્યું કે વૃક્ષોનું જીવનમાં કેટલું મહત્વ છે તે આપણા પુરાણોમાં પણ દર્શાવ્યું છે. વ્યક્તિના જન્મથી લઈ સમગ્ર જીવન દરમિયાન વૃક્ષો અનેક રીતે ઉપયોગી બને છે. સમગ્ર રાજ્યમાં 33 જિલ્લા, 8 મહાનગર પાલિકાઓમાં વન મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સાંસ્કૃતિક વનોની પરંપરા શરૂ કરી હતી, જેની ફલશ્રુતિરૂપે આજે રાજયમાં અત્યારસુધી  21 જેટલા સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે.ૉ

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

જન્મ દિવસથી લઈ પુણ્યતિથિ નિમિત્તે સૌને પાંચ વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો. રાજ્યમાં કાર્બન ઉત્સર્જન વિના સોલાર, પવન ઊર્જાના માધ્યમથી સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત ઉર્જા મેળવવામાં ગુજરાત સમગ્ર ભારતમાં નંબર વન હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલે જણાવ્યું કે વન મહોત્સવના માધ્યમથી વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીને સાચા અર્થમાં વન મહોત્સવની ઉજવણી કરવી જોઈએ.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોરોનાના સમયમાં ઓક્સિજનની જે કટોકટી સર્જાઈ હતી, તેમાં લોકોને વૃક્ષોની અગત્યતા વધારે સમજાઈ છે, તેઓએ એક વ્યક્તિ જીવનકાળ દરમ્યાન એક વૃક્ષ પણ રોપે અને સામાજિક વન બનાવવા મદદરૂપ થાય તેવો અનુરોધ કર્યો હતો. જીલલાપ પંંચાયતના સ્વભંડોળમાંથી આ વર્ષે તાપી નદી કિનારે આવેલા 42 ગામના કિનારાઓ પર એક લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, જેમાંથી 25 હજાર વૃક્ષોના વાવેતરની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

Next Article