Surat: સચીનમાં અઢી વર્ષથી બંધ હાલતમાં પડેલી અંડર ગ્રાઉન્ડ પાણી ટાકીમાંથી માનવ ખોપડી સહિતના અંગો મળી આવતા ચકચાર

|

Jun 29, 2022 | 4:41 PM

સચિન કનસાડ ખાતે પાલિકા દ્વારા અઢીથી ત્રણ વર્ષ પહેલા બનાવવામાં આવેલી અંડર ગ્રાઉન્ડ પાણી ટાકીમાંથી ગઈ કાલે માનવ ખોપડી સહિતના અંગો મળી આવતા ટાકીની સફાઈ કરવા ગયેલા કર્મચારીઓ ચોકી ગયા હતા.

Surat: સચીનમાં અઢી વર્ષથી બંધ હાલતમાં પડેલી અંડર ગ્રાઉન્ડ પાણી ટાકીમાંથી માનવ ખોપડી સહિતના અંગો મળી આવતા ચકચાર
ઘટનાસ્થળનો ફોટો

Follow us on

Surat: સચિન કનસાડ ખાતે પાલિકા દ્વારા અઢીથી ત્રણ વર્ષ પહેલા બનાવવામાં આવેલી અંડર ગ્રાઉન્ડ પાણી ટાકીમાંથી ગઈ કાલે માનવ ખોપડી (Human skull) સહિતના અંગો મળી આવતા ટાકીની સફાઈ કરવા ગયેલા કર્મચારીઓ ચોકી ગયા હતા. કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવતા સચિન પોલીસ સ્થળ પર દોડી આવી હતી. તેમજ સ્થળ પર પ્રાથમિક તપાસ કરતા માનવ કંકાલ પાસે ટી-શર્ટ અને લોવર પણ મળી આવ્યું હતું. પોલીસે કંકાલ અને મળી આવેલ વસ્તુઓ કબ્જે લીધી હતી અને માનવ કંકાલને ફોરેન્સિક પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલમા મોકલવામાં આવ્યું હતું.

સચિન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત સાઉથ ઝોન બી-કનકપુર સચીન કોમ્યુનીટી હોલની બાજુમાં આવેલ એક ઓવર હેડ પાંણીની ટાંકી તથા અંડર ગ્રાઉન્ડ પાંણીની ટાંકીની મીઠા પાણીનું કનેક્શન આપવાનું હોવાથી આદર્શ ક્લીન એન્ડ કેર એજન્સીના માલીક (કોન્ટ્રાકટર) ભદ્રેશભાઇને બન્ને ટાંકી સાફ સફાઈ કરાવવા માટે કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો.

ગઈ તારીખ તા 27 જૂનના રોજ તેઓએ ઓવર હેડ ટાંકીની સાફ સફાઈ કરાવેલ અને ગઈ કાલે તેઓ અંડર ગ્રાઉન્ડ પાંણીની ટાંકીની સાફ સફાઈ કરવા માટે આવેલ હતા. આ દરમિયાન માણસો સાફ સફાઇ કરવા માટે અંદર ગયા ત્યારે ત્યાંના દર્શ્યો જોઈ તેઓ ચોકી ઉઠ્યા હતા. અંદર ઘૂંટણ જેટલુ પાણી હતુ. જેમાં માનવ શરીરના ખોપડી, હાથ, પગ સહિત કંકાલના છુટા છવાયા હાડકા પડેલા હતા. આ અંગે જાણ કરવામાં આવતા સચિન પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બનાવની તપાસ કરતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ માનવ કંકાલ મહિલાનું છે કે પુરુષ તે હાલમાં સ્પષ્ટ નહીં થઇ શક્યું છે. જોકે તેની આસપાસમાંથી ટી શર્ટ પણ મળી આવ્યું છે જે ઓળખ પરેડ કરવા માટે કબ્જે કરવામાં આવ્યું છે.

Published On - 4:27 pm, Wed, 29 June 22

Next Article