Surat : સુરતીઓએ માણી રવિવારની મોજ, બે વર્ષ બાદ ડુમસ બીચ પર સહેલાણીઓની ચહલ પહલ જોવા મળી

|

May 30, 2021 | 2:20 PM

Surat : સુરતીઓના હરવા ફરવા માટે મનપસંદ મનાતા ડુમસ બીચને (Dumas Beach) છેલ્લા બે વર્ષથી સહેલાણીઓની અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો હતો

Surat : સુરતીઓએ માણી રવિવારની મોજ, બે વર્ષ બાદ ડુમસ બીચ પર સહેલાણીઓની ચહલ પહલ જોવા મળી
ડુમસ બીચ - સુરત

Follow us on

Surat : ગત માર્ચ 2020 થી સુરતમાં કોરોનાના કહેરની શરૂઆત થઈ હતી. સલામતી અને તકેદારીના ભાગરૂપે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા સૌને અનુરોધ કરવામાં આવ્યો હતો. માસ્ક પહેરવા, સેનીટાઇઝથી હાથ સ્વચ્છ રાખવા સહિત સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવા સૌને અપીલ કરવામાં આવી હતી. આ ગાઈડલાઈનનો અમલ કરવા હજી પણ લોકોને કહેવામાં આવે છે અને તે આજના સમયમાં જરૂરી પણ છે, કારણ કે ત્રીજી લહેરનો ખતરો હજી તોળાઈ રહ્યો છે.

સુરતની વાત કરીએ તો સુરતમાં પહેલી લહેર કરતા બીજી લહેર સૌથી વધુ ઘાતક રહી હતી. સૌથી વધુ કેસ અને સૌથી વધુ મોત નોંધાતા સુરતમાં ભયનો માહોલ પણ હતો. આવી પરિસ્થિતિમાં સુરતીઓના હરવા ફરવા માટે મનપસંદ મનાતા ડુમસ બીચને (Dumas Beach) છેલ્લા બે વર્ષથી સહેલાણીઓની અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો હતો.

તકેદારીના ભાગરૂપે લોકો પણ સ્વૈચ્છીક રીતે સુરતીપણું ભુલીને વિકેન્ડમાં બહાર ફરવાનું ટાળતા હતા. પણ લાંબા સમય બાદ આજે રવિવારનો માહોલ ફરી જામતો દેખાયો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સુરતના ડુમસ બીચ પર ફરી વાર સહેલાણીઓની ચહલ પહલ જોવા મળતા બીચની રોનક પાછી ફરતી દેખાઈ હતી. નોંધનીય છે કે છેલ્લા બે વર્ષથી બીચ બંધ હોવાના કારણે અહીં સ્થાનિક કક્ષાએ નાનો મોટો વેપાર કરીને ગુજરાન ચલાવતા લોકોની રોજગારી સામે પણ સવાલ ઉભો થયો હતો. પણ હવે જ્યારે સુરતમાં કોરોનાના કેસો કાબુમાં આવતા દેખાઈ રહ્યા છે, ત્યારે સુરતે પણ રફતાર પકડી છે.

લાંબા સમય બાદ વિકેન્ડમાં ડુમસ બીચ અને ગૌરવ પથ પર લોકો ટહેલતા નજરે ચડ્યા છે. જોકે ત્રીજી લહેરનો ખતરો હજી યથાવત હોય સુરતીઓએ તકેદારી રાખવાની અને કોરોનાની ગાઈડલાઈન યાદ રાખવાની જરૂર છે, નહી તો આ સુરતીપણું હજી પણ ભારે પડી શકે છે.

Next Article