Surat : સુરતીઓ પોતાના અંદાજમાં કરી રહ્યા છે “કાશ્મીર ફાઇલ્સ”નું પ્રમોશન

|

Mar 16, 2022 | 9:43 AM

ઘણી જગ્યાઓ પર ગ્રૂપ માં પણ શો બતાવવામાં આવી રહ્યા છે.કતારગામ ની મોટી ડાયમંડ કંપની એ પોતાના 3000 કર્મચારીઓમાંથી પ્રતિદિન 600 કર્મચારીઓ ને આ ફિલ્મ બતાવી રહ્યા છે.તો બીજી તરફ ડોક્ટરો ના ગ્રૂપ,બ્રાહ્મણ સંગઠનોએ પણ આ ફિલ્મ ગ્રૂપ માં જોવા જઇ રહ્યા છે.

Surat : સુરતીઓ પોતાના અંદાજમાં કરી રહ્યા છે કાશ્મીર ફાઇલ્સનું પ્રમોશન
Suratis are promoting "Kashmir Files" in their own estimation(File Image )

Follow us on

1990 માં કાશ્મીર માં કાશ્મીરી પંડિતોના નરસંહાર પર બનેલી ફિલ્મ(Movie ) સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.જેના કારણે લોકોમાં પણ એક કુતુહલ આ ફિલ્મને લઈને સર્જાયું છે.ઘણા લોકો આ ફિલ્મ જોવા સવારથી ટીકીટ માટે લાઈનો લગાવે છે.તો બીજી તરફ લોકો આ ફિલ્મ જોવે અને કાશ્મીર(Kashmir ) ના પંડિતો સાથે ખરેખર શું ઘટના ઘટી હતી તેનાથી વાકેફ થાય તે માટે ઘણી જગ્યાઓ જેવી કે ખાણીપીણી, હોસ્પિટલ, બોડી બિલ્ડીંગ સહિત અન્ય લોકો એ ખાસ સ્કીમ પણ શરૂ કરી છે.

હાલ માં કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સએ દેશમાં એક અલગ માહોલ ઉભો કરી દીધો છે. 1990 માં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો સાથે જે વ્યવહાર થયો હતો,જે નરસંહાર થયો હતો જેના કારણે કાશ્મીરી પંડિતો એ કાશ્મીર છોડવું પડ્યું હતું.આના ઘટના પર બનેલી ફિલ્મ ને દેશભર માં સારો પ્રતિસાદ મળી રહ્યો છે.આ બધામાં સુરતીઓ પણ પાછળ નથી.

ખાસ કરીને આ ફિલ્મ માં કાશ્મીર ની હકીકત અંગે લોકો જાણે તે માટે સુરતીઓ એ વિવિધ સ્કીમ શરૂ કરી છે.જેમાં કોઈએ ફિલ્મ જોવો અને ટીકીટ લઇ જાઓ લોચો ખાવો,એક પ્લેટ રસાવાળા ખમણ, ટીકીટ બતાઓ ઓપીડી ચાર્જ ફ્રિ,ગોલ્ડ પર ઘડામણ ફ્રી,ટીકીટ બતાઓ પ્રિન્ટર કે લેપટોપ સર્વિસ ફ્રી સહિત અન્ય ઘણી બધી સ્કીમો હાલ ચાલી રહી છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

ઘણી જગ્યાઓ પર ગ્રૂપ માં પણ શો બતાવવામાં આવી રહ્યા છે. કતારગામ ની મોટી ડાયમંડ કંપની એ પોતાના 3000 કર્મચારીઓમાંથી પ્રતિદિન 600 કર્મચારીઓ ને આ ફિલ્મ બતાવી રહ્યા છે.તો બીજી તરફ ડોક્ટરો ના ગ્રૂપ,બ્રાહ્મણ સંગઠનોએ પણ આ ફિલ્મ ગ્રૂપ માં જોવા જઇ રહ્યા છે.

એક સુરતીનું કહેવું હતું કે આ પહેલી એવી મુવી હશે જેનું પ્રમોશન લોકો ખુદ કરી રહ્યા છે. અત્યાર સુધી ફિલ્મના ડિરેક્ટર કે અભિનેતાને ફિલ્મના પ્રમોશન માટે અલગ અલગ શહેરોમાં ફરવું પડતું હતું. પણ આ મુવીએ લોકોને એટલી અસર કરી છે કે લોકો જાતે જ તેનું પ્રમોશન કરવા પ્રેરાઈ રહ્યા છે. અને પોતાની રીતે અલગ અલગ ઓફર કરીને વધુને વધુ લોકો આ મુવી જોવા જાય તેનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો :

Surat : હોળી નિમિતે દોડશે 250 જેટલી સ્પેશ્યલ બસ પણ ટ્રેન અંગે હજી કોઈ જાહેરાત નહીં

AAP Surat : પંજાબની જીત બાદ સુરતમાં “આપ”નો જોશમાં વધારો, વિધાનસભામાં તાકાત સાથે ઉતરવા તૈયારીઓ શરૂ

Next Article