Surat : સુરત શહેરને ફોરસ્ટાર રેટિંગ મળ્યુંઃ નેશનલ સમિટમાં સુરતને ક્લાઈમેટ સીટી એસેસમેન્ટનો વધુ એક એવોર્ડ

|

Apr 20, 2022 | 8:50 AM

એનર્જી (Energy ) એન્ડ ગ્રીન બિલ્ડિંગ, અર્બન પ્લાનિંગ, ગ્રીન કવર એન્ડ બાયો ડાવર્સિટી, મોબિલિટી એન્ડ એર ક્વોલિટી, વોટર મેનેજમેન્ટ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા મુખ્ય ઘટકો સાથે દેશનાં વિવિધ શહેરોમાં થયેલી કામગીરી અંગે 30 જુદા જુદા મુદાઓનું મુલ્યાંકન કર્યા બાદ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો.

Surat : સુરત શહેરને ફોરસ્ટાર રેટિંગ મળ્યુંઃ નેશનલ સમિટમાં સુરતને ક્લાઈમેટ સીટી એસેસમેન્ટનો વધુ એક એવોર્ડ
National smart city summit (File Image )

Follow us on

સુરત (Surat ) ખાતે યોજાયેલી સ્માર્ટ સિટીઝની (Smart City ) નેશનલ સમિટમાં પ્રથમ દિવસે પાંચ એવોર્ડ સાથે સમગ્ર દેશમાં(Country ) છવાઈ ગયેલાં સુરત શહેર અને સુરત મહાનગર પાલિકાને ક્લાયમેટ સિટી એસેસમેન્ટન વધુ એક એવોર્ડ સમિટનાં આજે બીજા દિવસે મળતાં સુરતનાં ભાગે કુલ છ એવોર્ડ થયા છે. સ્વચ્છતા સહિત અન્ય કેટેગરીમાં મળેલાં માર્કસને આધારે સુરત શહેરને ફોરસ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે.સુરત શહેરનાં સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે દેશનાં 100 સ્માર્ટ સિટીઝની નેશનલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે યજમાન સુરત શહેર એવોર્ડની બાબતમાં છવાઇ ગયું હતું. સ્માર્ટ સિટીઝ અંગેનાં ઓવરઓલસિટી કેટેગરીમાં ઇન્દોર સાથે સુરતને પ્રથમ ક્રમાંકનો એવોર્ડ મળ્યો હતો આ ઉપરાંત સ્લમ આવાસોનાં વિકાસ માટેની કેટેગરીમાં તેમજ કેનાલ કોરિડોર માટે સુરતને બીજા ક્રમાંકનો એવોર્ડ મળ્યો હતો.

અર્બન મોબિલિટી માટે પણ બીજા ક્રમાંકનો એવોર્ડ, સ્માર્ટ વોટર સર્વિસ, ઇન્ટીગ્રેટેડ એન્ડ સસ્ટેઇનેબલ વોટર સપ્લાય સીસ્ટમ માટે સુરતને ત્રીજા ક્રમનો અને સેનિટાઇઝેશન માટે પણ ત્રીજા ક્રમનો એવોર્ડ સુરત મહાનગર પાલિકાને મળ્યો હતો. નેશનલ સમિટમાં ડિજિટલ દુનિયા, ઇનોવેશન બાઝર, ક્લાયમેટ કાફે, ફાયનાન્સ કા અડ્ડા જેવા વિવિધ વિષયો ઉપર સેમિનાર-વાર્તાલાપ યોજાયા હતાં તેમજ અન્ય કેટલીક કેટેગરીનાં એવોર્ડની પણ જાહેરાત કરવામાં આવી હતી.

જેમાં ક્લાઇમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફેમવર્ક માટેનો એવોર્ડ સુરતને આપવામાં આવ્યો હતો. એનર્જી એન્ડ ગ્રીન બિલ્ડિંગ, અર્બન પ્લાનિંગ, ગ્રીન કવર એન્ડ બાયો ડાવર્સિટી, મોબિલિટી એન્ડ એર ક્વોલિટી, વોટર મેનેજમેન્ટ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા મુખ્ય ઘટકો સાથે દેશનાં વિવિધ શહેરોમાં થયેલી કામગીરી અંગે 30 જુદા જુદા મુદાઓનું મુલ્યાંકન કર્યા બાદ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સુરત શહેરમાં થયેલી કામગીરી ઉત્કૃષ્ટ જણાતા સુરત શહેરને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સુરત શહેરને કુલ 2800 માર્કસમાંથી 2224 માર્ક્સ મળ્યાં હતા.અને સાથે સાથે ફોરસ્ટાર રેટિંગ પન્ન મળ્યું હતું.તમામ 100 સ્માર્ટ સિટીઝ દ્વારા કરવામાં આવતી કામગીરીથી જનતાને અવગત કરવા કન્વેન્શન સેન્ટર બુધવારે જાહેર જનતા માટે સવારે 10 થી સાંજે 5 સુધી ખુલ્લું રાખવામાં આવનાર છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કઈ કેટેગરીમાં કેટલા માર્કસ મળ્યા

  1. એનર્જી એન્ડ ગ્રીન બિલ્ડીંગમાં 600 માંથી 463 માર્કસ
  2. અર્બન પ્લાનિંગ, ગ્રીન કવર અને બાયોડાયવર્સીટીમાં 500 માંથી 435 માર્કસ
  3. મોબિલિટી એન્ડ એરક્વોલિટીમાં  500 માંથી 306 માર્કસ
  4. વોટર મેનેજમેન્ટમાં 600માંથી 450 માર્કસ
  5. વેસ્ટ મેનેજમેન્ટમાં 600માંથી 600

આ પણ વાંચો :

Surat : આગોતરું આયોજન, સુરતના મહત્વપૂર્ણ કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટને આખરે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી

સુરતની સિટી લિંક બસ બની રહી છે અકસ્માતોનું કારણ, અનેક લોકો બની રહ્યા છે કાળનો કોળિયો

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article