સુરતની એચ.કે ડિઝાઈન્સ કંપની દ્વારા 50907 નંગ હીરાનો ઉપયોગ કરીને સોનાની સૂર્યમુખી જેવી વીંટી તૈયાર કરવામાં આવી છે. આ રીંગની કિંમત 6.44 કરોડ રૂપિયા છે. આ રિંગને બનાવતા 9 મહિનાનો સમય લાગ્યો હતો. રિંગમાં 460.55 ગ્રામ ગોલ્ડ અને 130.19 કેરેટ હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રિંગનો ગીનિસ બુક રેકર્ડમાં સ્થાન મળ્યું છે.
આ પણ વાંચો-Deepika Padukone પઠાણ પછી શાહરૂખ ખાન સાથે જવાનમાં બતાવશે જલવો ! શૂટિંગ સેટનો Photo Viral
ખાસ કરીને પર્યાવરણ બચાવોનો મેસેજ આપવા માટે આ રિંગ તૈયાર કરવામાં આવી હોવાનું કંપનીના મેનેજમેન્ટે કહ્યું હતું. એટલા માટે જ રિંગની ડિઝાઈન સૂર્યમુખીના ફૂલ આકારની તૈયાર કરવામાં આવી છે. રિંગમાં 50907 નંગ હીરા છે, દરેક હીરાની સામે એક વૃક્ષ કંપની દ્વારા લગાવવામાં આવશે. એટલે 50907 વૃક્ષો ઉગાડાશે.
હરીકૃષ્ણ એક્સપોર્ટના મેનેજિંગ ડિરેક્ટર ઘનશ્યામ ધોળકિયાએ કહ્યું હતું કે, ‘આ રિંગ એ અમારા માટે વસિયતનામુ છે. અમારી ટીમની મહેનત અને સમર્પણને કારણે અમે આ યુનિક રિંગ બનાવી શક્યા છીએ. અમારી ક્ષમતાઓને ઓળંગવા માટે અમે તત્પર છીએ જેને ધ્યાનમાં રાખીને અમે આ રિંગ ડિઝાઈન કરી છે.
સૂર્યમુખીના ફૂલમાંથી પ્રેરણા લઈને આ રિંગ બનાવી છે. આ રિંગ બનાવતા 9 મહિનાનો સમય લાગ્યો હતો. 50 હજારથી વધારે નંગ હીરા લગાવાવનો ટાર્ગેટ હતો એટલે કેડ ડિઝાઈન તૈયાર થતાં 4 મહિનાનો સમય લાગ્યો હતો.
સંપૂર્ણપણ રિસાઈકલ કરેલા સોનામાંથી રિંગ તૈયાર કરવામાં આવી છે. આ ગ્રાહકો દ્વારા રિટર્ન કરવામાં આવેલા 18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરીને આ વીંટીને કુલ 8 ભાગમાં વહેચવામાં આવી છે. તેમાં સૂર્યમુખીની પાંખો અને પતંગિયાની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. રિંગમાં કુલ 50907 નંગ હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 50907 હીરા હાથથી જ સેટ કરવામાં આવ્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…