સુરત(Surat) મહાનગર પાલિકા મહિલા સફાઈ કામદારને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યા બાદ તરછોડી દેતા અમરોલી પોલીસ મથકે નોંધાયેલા બળાત્કારના(Rape)ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપીની સુરત શહેર એસોજી પોલીસે (SOG) ધરપકડ કરી હતી. આ ઘટનાની વિગત મુજબ રાંદેર રામનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહેતા રોહીત મોતીભાઈ સોલંકી બેંક લોન આપવાનું કામ કરે છે. તેને એક વર્ષ પહેલાં અમરોલી ખાતે રહેતી અને સુરત મહાનગર પાલિકામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતી એક મહિલાને રૂપિયા 4 લાખની પર્સનલ લોન અપાવી હતી. સફાઈ કામદાર મહિલાને લોન આપ્યા બાદ રોહિત સોલંકી તેની સાથે મિત્રતા બાંધી તેણે પત્ની સાથે બનતું નથી તેને હું છુટાછેટા આપીને તારી સાથે લગ્ન કરીશ એવી લાલચ આપી તેની સાથે અવારનવાર સંબંદ બાંધ્યો હતો.
ત્યારબાદ રોહિત સોલંકીએ લગ્ન કરવાનો ઈન્કાર કરીને સફાઈ કામદાર મહિલાને તરછોડી દેતા તેની સામે એક વર્ષ પહેલાં અમરોલી પોલીસ મથકમાં બળાત્કારની ફરીયાદ નોંધાઈ હતી.અમરોલી પોલીસ મથકે બળાત્કારની ફરીયાદ નોંધાતા રોહીત સોલંકી પોલીસની ધરપકડથી બચવા માટે સ્થાનિક સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી દીધી હતી. જો કે નામદાર કોર્ટ દ્વારા અરજી નામંજુર કરતાં તેણે કોર્ટમાં અરજી કરી હતી.જયાંથી પણ હાઈકોર્ટે આગોતરા જામીન આપવા ઈન્કાર કરી દેતા છેવટે રોહીત સોલંકી સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરીને પોલીસ ધરપકડથી બચવા માટે ધમપછાડા કર્યા હતા.
પરંતુ સુપ્રીમ કોર્ટે પણ આગોતરા જામીન અરજી ફગાવી દેતા રોહીત સોલંકી છેલ્લા એક વર્ષથી ભાગતો ફરતો હતો.અમરોલી પોલીસ મથકે બળાત્કારના ગુનામાં વોન્ટેડ રોહીત સોલંકી સુરતમાં હોવાની બાતમી સુરત શહેર એસોજી પોલીસને મળી હતી જે બાતમીના આધારે એસોજી પોલીસે વોચ ગોઠવી વોન્ટેડ આરોપી રોહિત સોલંકીને ઝડપી પાડી તેનો કબ્જો અમરોલી પોલીસે સોપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરીથી વધારો, જાણો ફરી સામાન્ય પ્રજા પર કેટલો બોજો પડશે
Published On - 4:26 pm, Tue, 29 March 22