Surat : બારડોલીમાં તસ્કરોનો પોલીસને પડકાર, ચોરીની ઘટનામાં થયો ધરખમ વધારો

|

Jul 23, 2022 | 9:50 AM

છેલ્લા 15 દિવસમાં(Days ) 25 થી વધુ ઘરોમાં આ પ્રકારે ચોરીની ઘટના સામે આવી છે. ત્યારે પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરે તેવી માંગ ગ્રામજનો પણ કરી રહ્યા છે. 

Surat : બારડોલીમાં તસ્કરોનો પોલીસને પડકાર, ચોરીની ઘટનામાં થયો ધરખમ વધારો
CCTV Footage (File Image )

Follow us on

છેલ્લા લાંબા સમયથી બારડોલી(Bardoli ) ટાઉન અને ગ્રામ્ય પોલીસ મથકના હદ વિસ્તારમાં ચોરીની(Theft ) ઘટનાઓમાં ખૂબ જ ધરખમ વધારો થયો છે. અનેક રહેણાંક સોસાયટીઓમાં(Society ) તસ્કરો બંધ ઘરો ઉપરાંત રહેણાંક ઘરોને પણ બેરોકટોક નિશાન બનાવી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. છતાં પોલીસ ચોરોને પકડવામાં સંદતર નિષ્ફળ જોવા મળી રહી છે.

બારડોલી ટાઉન અને ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં ચોરીની ઘટનાઓમાં વધારો :

બારડોલીની સૌંદર્ય નગરમાં આવેલા મેહુલભાઇ ભટ્ટના મકાનના આંગણામાં તેમના પુત્રએ કાર પાર્ક કરી હતી અને રાત્રે ઘરમાં સૂઇ ગયા હતા. શુક્રવારે વહેલી સવારે તેમની કારને એક ચોરે નિશાન બનાવી હતી. ચોરીની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ એક શખ્સ તેમની કાર પાસે આવે છે અને કારનો પાછળની બારીનો કાચ તોડી અંદર પ્રવેશ કરે છે. કારમાંથી 1.35 લાખની કિંમતનું કાર ટેપ ઉપરાંત ઓનલાઇન મંગાવેલા 19 હજારની કિંમતના બુટ અને કપડાં મળી અંદાજિત 1.60 લાખ રૂપિયાની ચોરી કરી નાસી છૂટે છે.

બંધ ઘરો ઉપરાંત રહેણાંક ઘરોને પણ તસ્કરો નિશાન બનાવે છે

સવારે જ્યારે મેહુલભાઇનો પુત્ર ઊઠે છે ત્યારે કારનો કાચ તૂટેલો જોતાં તેમને  ચોરી થઇ હોવાનું માલૂમ પડ્યું હતું. ગત મહિને પણ સર્વોદય નગરમાં મૂકેલી બે કારમાંથી કાર ટેપની ચોરી થઇ ગઇ હતી. અન્ય એક ઘટના ગાંધી રોડ પર આવેલી રામ નગર સોસાયટીમાં બની હતી. નિકુંજભાઇ મૈસુરિયાના ઘરની બહાર મૂકેલી કારનો કાચ તોડી અંદરથી પણ ટેપની ચોરી કરી ગયા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બારડોલી પંથકમાં વારંવાર બનતી ચોરીની ઘટનાની લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે જિલ્લા પોલીસ દારૂ અને ગાંજાના ગુના ઉકેલવાની સાથે સાથે ચોરીના આ વધતા ગુના ઉકેલવામાં પણ ધ્યાન આપે તે જરૂરી બની ગયું છે.  નોંધનીય છે કે છેલ્લા 15 દિવસમાં 25 થી વધુ ઘરોમાં આ પ્રકારે ચોરીની ઘટના સામે આવી છે. ત્યારે પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરે તેવી માંગ ગ્રામજનો પણ કરી રહ્યા છે.

Input Credit Jignesh Mehta (Bardoli )

Next Article