Surat : સ્કૂલવાનને નડ્યો અકસ્માત, એક બાળકીને ગંભીર ઇજા, સીસીટીવી આવ્યા સામે

|

Sep 13, 2022 | 2:07 PM

તાત્કાલિક રાહદારીઓ તરત જ સ્કૂલ વાન તરફ દોડી ગયા હતા. વાન પલટી મારી ગઈ હોય અંદર બેસેલા ડ્રાઈવર અને વિદ્યાર્થીઓને બહાર નીકળવામાં મુશ્કેલી થઈ રહી હતી

Surat : સ્કૂલવાનને નડ્યો અકસ્માત, એક બાળકીને ગંભીર ઇજા, સીસીટીવી આવ્યા સામે
Accident CCTV Screen Shot (File Image )

Follow us on

સુરતમાં (Surat )આજે સવારે ગમખ્વાર અકસ્માત (Accident ) સર્જાયો હતો. સુરતના અલથાણ કેનાલ રોડ પરથી એક સ્કૂલવાન (Van ) વળાક લઈ રહી હતી ત્યારે પૂરઝડપે દોડતી એક કિઆ કારના ચાલકે ટક્કર મારતા 30 થી 40 ફૂટ દૂર ફંગોળાઈને સ્કૂલવાન પલટી મારી ગઈ હતી. અને વાનની અંદર 10 વિદ્યાર્થી બેઠાં હતાં. તે પૈકી 1 બાળકીને ગંભીર ઈજા થતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેના આધારે તપાસ શરૂ કરવા આવી છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત ?

ઘટનાની વાત કરવામાં આવે તો આજ રોજ સવારે નિયત સમય અનુસાર શારદાયતન વિદ્યાલયના વિદ્યાર્થીઓને લઈ એક સ્કૂલવાન સ્કૂલ તરફ જઈ રહી હતી. ત્યારે શહેરના અલથાણ કેનાલ રોડ ચાર રસ્તા પર અકસ્માત સર્જાયો હતો.  સોહમ સર્કલ તરફથી બ્રેડલાઈનર સર્કલ તરફ જતી કિઆ કારનો ચાલક ખૂબ પૂરઝડપે પોતાની કાર દોડાવી રહ્યો હતો. ત્યાં સર્કલ પર સ્કૂલ વાન ટર્ન રહી હતી ત્યારે ઝડપી આવી રહેલી કીઆ કાર સીધી સ્કૂલ વાનને જઈ અથડાઈ હતી. આમ કાર અને વાન વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂલ વાન 30 થી 40 ફૂટ દૂર ઢસડાયા બાદ પલટી મારી ગઈ હતી.

એક બાળકીને ગંભીર ઇજા :

આ અકસ્માત થયો ત્યારે સ્કૂલ વાનમાં 10 બાળકો બેઠાં હતાં. તે તમામ ગભરાઈ ગયા હતા. અકસ્માતમાં એક નાની વિદ્યાર્થીનીને ગંભીર ઈજા થઈ હતી. ઘટના બનતા તાત્કાલિક આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 મારફતે બાળકોને તસારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

બીજી બાજુ તાત્કાલિક રાહદારીઓ તરત જ સ્કૂલ વાન તરફ દોડી ગયા હતા. વાન પલટી મારી ગઈ હોય અંદર બેસેલા ડ્રાઈવર અને વિદ્યાર્થીઓને બહાર નીકળવામાં મુશ્કેલી થઈ રહી હતી. ઈજાગ્રસ્ત 4 બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતની જાણ થતાં ખટોદરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. સ્કૂલ વાનના ડ્રાઈવરની ફરિયાદ લઈ ખટોદરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે.

Next Article