Surat : સણીયા ગામ ભારે વરસાદથી ટાપુમાં ફેરવાયું, 60 મુસાફરો ભરેલી બસને સલામત રીતે બહાર નિકાળાઈ

|

Jul 19, 2021 | 2:01 PM

ગામમાં મંદિર પાસે એક ખાનગી બસ(Bus) ફસાઇ હતી. પાણીમાં બસ બંધ થતાં મુસાફરો ચીસાચીસ કરી હતી. જ્યારે આ અવાજ સાંભળીને ગામના પૂર્વ સરપંચે ટ્રેક્ટર સાથે બસ બાંધીને તેને સલામત રીતે બહાર નિકાળી હતી.

સુરત( Surat) ના સણીયા હેમાદ ગામમાં ગત રાત્રે પડેલા ભારે વરસાદ(Rain) થી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જેમાં ગામમાં 5 ફૂટ જેટલા પાણી ભરાયા છે. જો કે ગામમાં મંદિર પાસે એક ખાનગી બસ(Bus) ફસાઇ હતી. પાણીમાં બસ બંધ થતાં મુસાફરો ચીસાચીસ કરી હતી. જ્યારે આ અવાજ સાંભળીને ગામના પૂર્વ સરપંચે ટ્રેક્ટર સાથે બસ બાંધીને તેને સલામત રીતે બહાર નિકાળી હતી. આ ગામમાં પાણી ભરાતા ગામના રસ્તા થયા બ્લોક થયા છે. જ્યારે ગામમાં વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. ગામમાં આવેલું ખોડીયાર માતા મંદિર પણ પાણીમાં ડૂબ્યુ છે. આ ગામ ગયા વર્ષે પણ વરસાદી પાણી ભરાતા સંપર્ક વિહોણુ બન્યું હતું.

આ પણ વાંચો : Bhakti: વ્રત, તપ અને જપનાં મહિના અષાઢનાં મહિનામાં જાણો ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનું ધાર્મિક મહત્વ

આ પણ વાંચો :  IND vs SL: માથામાં બોલ વાગવાને લઇ પૃથ્વી શો એ મેચ બાદ કહ્યુ, સ્પષ્ટ દેખી શકતો નહોતો 

Next Video