Surat : રહેણાંક અને બિનરહેણાંક મિલકતદારો માટે મિલકતવેરામાં વ્યાજ માફી યોજનાની મુદ્દત શાસકોએ એક મહિનો લંબાવી
મનપા દ્વારા રજુ કરવાં આવેલા બજેટમાં વ્યાજમાફીની યોજના લાગુ કરવામાં આવી હતી. જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા 31-03-2021ના રોજ મિલકતવેરો ભરવાનો બાકી હોય તેવા મિલકતદારો પાસેથી વ્યાજ માફી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો
બે વર્ષ સુધી સતત કો૨ોના (Corona ) કાળના કારણે શહેરીજનોની હાલત કફોડી થવા પામી હતી . સંખ્યાબંધ મિલકતદારો એવા હતા કે જેઓ કટોકટીના કારણે બે વર્ષ સુધી વેરો (Tax )ભરી શક્યા ન હતા . જેથી આખરે આવા મિલકતદારો માટે મનપાએ વ્યાજ માફી યોજના લાગુ કરી હતી . જેની મુદ્દત 31 મી માર્ચના રોજ પૂર્ણ થતી હતી પરંતુ મહાનગરપાલિકામાં મળેલી સ્થાયી સમિતિમાં આ યોજનાની મુદ્દત વધુ એક મહિના માટે લંબાવવામાં આવી છે . જેથી શહેરીજનો આગામી હજુ એક મહિના સુધી આ યોજનાનો લાભ લઇ શકશે . ઉલ્લેખનીય છે કે 3.60 લાખ મિલકતદારો પૈકી માત્ર 85 હજાર મિલકતદારોએ જ આ યોજનાનો લાભ લીધો છે .કોરોના સમયમાં લોકોની હાલત આર્થિક રીતે કફોડી થવા પામી હતી . સુરત શહેરમાં વસવાટ કરતા સંખ્યાબંધ એવા રહેણાક અને બિનરહેણાકમાં મિલકતદારો વેરો ભરપાઇ કરી શક્યા ન હતા .
જેના કારણે સુરત મનપા દ્વારા રજુ કરવાં આવેલા બજેટમાં વ્યાજમાફીની યોજના લાગુ કરવામાં આવી હતી. જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા 31-03-2021ના રોજ મિલકતવેરો ભરવાનો બાકી હોય તેવા મિલકતદારો પાસેથી વ્યાજ માફી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે શહેરમાં 3.60 લાખ મિલકતધારકો પૈકી અત્યારસુધી ફક્ત 85 હજાર લોકોએ જ યોજનાનો લાભ લીધો છે. ત્યારે આ યોજનાનો લાભ લેવા માટે મનપા દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી હતી .જેથી સુરત મનપા દ્વારા આ યોજના વધુ એક મહિનો લંબાવવામાં આવી છે .
સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું કે , આ યોજનાનો મહત્તમ લોકો લાભ થઈ શકે તે માટે વ્યાજ માફી યોજના 30 એપ્રિલ સુધી લંબાવાઈ છે . અત્રે ઉલ્લેખનીય છે કે , વ્યાજમાફી યોજના અંતર્ગત 3.60 લાખ મિલકતદારો માટે આ વ્યાજ માફી યોજના લાગુ કરી હતી . જેમાં કુલ 3.60 લાખ મિલકતદારોને આ પાસેથી કુલ 567 કરોડની વસુલાત થશે. જે પૈકી 31 મી માર્ચ સુધીમાં મનપાની તિજોરીમાં 90 કરોડની ૨કમ જમા થઈ છે . જેમાં વ્યાજમાફી પેટે 20 કરોડ માફ કરવામાં આવ્યા છે એટલે કે મનપાને 20 કરોડનું નુકસાન થયું છે . આમ હવે શહેરીજનો 30 એપ્રિલ સુધી આ યોજનાનો લાભ લઇ શકશે.
આ પણ વાંચો :