Surat : સિવિલ હોસ્પિટલમાં રોબોટ અને ફાયરના સાધનો ધૂળ ખાતા નજરે પડ્યા, RMOએ કરી આ સ્પષ્ટતા

સુરત સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર બાદ હવે કોરોના કાળમાં ઉપયોગમાં લેવાયેલા રોબોટ (Robot) અને ફાયરના સાધનો (Fire instruments) ધૂળ ખાતા નજરે પડ્યા છે.

Surat :  સિવિલ હોસ્પિટલમાં રોબોટ અને ફાયરના સાધનો ધૂળ ખાતા નજરે પડ્યા, RMOએ કરી આ સ્પષ્ટતા
| Edited By: | Updated on: Jun 05, 2023 | 2:48 PM

Surat : સુરત સિવિલ હોસ્પિટલ (Surat civil hospital) ફરી વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર બાદ હવે કોરોના કાળમાં ઉપયોગમાં લેવાયેલા રોબોટ (Robot) અને ફાયરના સાધનો (Fire instruments) ધૂળ ખાતા નજરે પડ્યા છે. આ અંગે આરએમઓ દ્વારા લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, હાલ આ મશીનો ઉપયોગમાં લેવામાં આવતા નથી. જેથી તેને સ્ટોર રૂમમાં મૂકવામાં આવ્યા છે અને સમયાંતરે સાફ સફાઈ પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો-Gujarati Video : છોટાઉદેપુરના બોડેલીમાં એમ્બ્યુલન્સનો ડ્રાયવર દેવદૂત બન્યો, નદીના પટમાંથી એમ્બ્યુલન્સ હંકારી નવજાતનો જીવ બચાવ્યો

કોરોના વોરિયર એવા રોબોટ ધૂળ ખાતુ મળ્યું

સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોનાકાળ દરમિયાન કોરોનાના દર્દીઓને દવા આપવાથી લઈને સમગ્ર કામગીરી કરવા માટે રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રોબોટ સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યો હતો. હાલ તો કોરોના મહામારી નથી રહી અને ઘણા મહિનાઓથી કોરોના કાળ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા સાધનો પડી રહ્યા છે. જેમાં પહેલા વેન્ટિલેટર ધૂળ ખાતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે કોરોના વોરિયર એવા રોબોટ નર્સ ધૂળ ખાતું હોવાનું સામે આવ્યું છે.

સમયાંતરે રોબોટ સહિતના સાધનોની સાફ સફાઈ કરવામાં આવે છે: RMO

આ અંગે આરએમઓ કેતન નાયકે જણાવ્યું હતું કે, રોબોટ મશીન કોરોના કાળમાં ખૂબ ઉપયોગી હતું. હાલ આ રોબોટનો ઉપયોગ કરવામાં આવતો નથી. જોકે ભવિષ્યમાં આ રોબોટની જરૂરિયાત ઊભી થઈ શકે છે. જેથી તેને સ્ટોર રૂમમાં મૂકી દેવામાં આવ્યો છે, અને સમયાંતરે રોબોટ સહિતના સાધનોની સાફ સફાઈ કરવામાં આવે છે.

ફાયરના સાધનોનો ઉપયોગ કરવામાં આવે જ છે: RMO

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ફાયરનાં જે સાધનો પીઆઈયુ દ્વારા ફાળવવામાં આવ્યા છે. જે પણ હાલ ઉપયોગમાં નથી. આ મશીન ફાયરના એનઓસી માટે કામમાં આવે છે. દર 6 તારીખે કામમાં લેવામાં આવે છે. હાલ બે બિલ્ડિંગમાં વોર્ડ વિભાજિત થવાના છે. જેથી થોડા મશીનો બંને બિલ્ડિંગમાં ફાળવવામાં આવશે. આ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે જ સમયાંતરે સાફ સફાઈ પણ કરવામાં આવે છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો