સુરતમાં ગંદુ પાણીની ફરિયાદ યથાવત છે. ઉધના, પાંડેસરમાં ગંદુ પીવાનું પાણી આવી રહ્યું છે. પીવાનું પાણી લાલ કલરનું, વાસ મારતું હોવાની ફરિયાદો ઉઠી છે. સાથે પીવાના પાણીમાં જીવાત પણ જોવા મળી રહી છે. તંત્ર દ્વારા વાસ મારતા પાણીની ફરિયાદ આવતા ઉકાઈમાંથી તાપી નદીમાં પાણી પણ છોડવામાં આવ્યું હતું. તેમ છતાં પીવાનું પાણી લાલ કલરનું, વાસ મારતું હોવાની ફરિયાદ યથાવત છે.
સુરતમાં ઉનાળાની આકરી ગરમીની શરુઆત સાથે જ પીવાના પાણીનો કકળાટ યથાવત છે. શહેરના ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારમાં પીવાનું પાણી લાલ અને વાસ મારતું હોવાની ફરિયાદ ઉઠી છે. આ એક દિવસની ફરિયાદ નથી. પરંતુ છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી લાલ અને વાસ મારતું ખરાબ આવ્યું રહ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
થોડા દિવસો પહેલાં સુરત પાલિકાના કતારગામ, વરાછા અને ઉધના ઝોનમાં પીવાના પાણીની મોટી ફરિયાદ હતી. પીવાના પાણીમાં જીવાત આવતી હોવાની ફરિયાદ બાદ સુરત પાલિકાના હાઇડ્રોલિક વિભાગ સાથે મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષે બેઠક પણ કરી હતી. તેમજ હાઈડ્રોલિક વિભાગે અનેક જગ્યાએ ખોદાણ કરીને કામગીરી કરી હતી. ત્યાં હવે ઉધના ઝોનમાં પીવાના પાણીનું લાલ અને ગંદુ આવતા હોવાની ફરિયાદ વધી ગઈ છે.
સ્થાનિક રહેવાસી સંગીતાબેન ઢીવરે જણાવ્યું હતું કે પાંડેસરા નાગસેન નગરમાં 15 દિવસથી ગંદુ અને લાલ કલરનું પાણી આવી રહ્યું છે. આ દુષિત પાણી પીવાથી લોકો બીમાર પણ પડી રહ્યા છે. અમારી માગ છે કે આ સમસ્યાનો હલ થાય અને અમને સારું અને ચોખ્ખું પાણી આપવામાં આવે.
મહત્વનું છે કે પાણીનું લેવલ નીચું જવાની શક્યતાના કારણે આ સમસ્યા સર્જાઈ હોવાનું તંત્ર દ્વારા જણાવી ઉકાઈ ડેમમાંથી 01 હજાર કયુસેક પાણી પણ છોડવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં ગંદા પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે.
સુરતમાં ઉનાળાની શરૂઆત થતા જ કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ છે. થોડા દિવસો અગાઉ વરાછા, કતારગામ, ઉધના અને પછી રાંદેરા ઝોનમાંથી પીવાના પાણીને લઈને ફરિયાદ ઉઠી હતી. જેના પગલે મેયરે હાઈડ્રોલિક વિભાગ સાથે બેઠક કરી હતી. સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે પણ હાઈડ્રોલિક વિભાગના અધિકારીઓ સાથે પાણીની સમસ્યા બાબતે બેઠક કરી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…