Surat: બોરવેલની નોંધણી ફરજિયાત, ભૂગર્ભ જળના બેફામ વપરાશ પર પ્રતિબંધ લાવવાનો સરકારનો હેતુ

|

Jul 01, 2022 | 12:50 PM

રાજ્યમાં હવેથી રહેણાંક, સરકારી, અર્ધસરકારી, ખાનગી એકમો તથા ઔદ્યોગિક માટે ભુર્ગભ જળ લેવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી ફરજિયાત કરી દેવામાં આવી છે. અને જો ભુર્ગભ જળનો વપરાશ કરવા માટે 3p સપ્ટેમ્બર સુધીમાં રૂ 10 હજાર ભરીને રજીસ્ટ્રેશન કરાવવું પણ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

Surat: બોરવેલની નોંધણી ફરજિયાત, ભૂગર્ભ જળના બેફામ વપરાશ પર પ્રતિબંધ લાવવાનો સરકારનો હેતુ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Surat: રાજ્યમાં હવેથી રહેણાંક સરકારી, અર્ધસરકારી, ખાનગી એકમો તથા ઔદ્યોગિક માટે ભુર્ગભ જળ લેવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી ફરજિયાત કરી દેવામાં આવી છે. અને જો ભુર્ગભ જળનો વપરાશ કરવા માટે 3p સપ્ટેમ્બર સુધીમાં રૂ 10 હજાર ભરીને રજીસ્ટ્રેશન કરાવવું પણ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ કેન્દ્ર સરકારે હવે ગુજરાત રાજ્યમાં કોઈપણ સ્થળે ભુગર્ભમાંથી જળ લેવા માટે મંજૂરી ફરજિયાત બનાવી છે. જે અન્વયે કેન્દ્ર સરકારના જળશક્તિ વિભાગ હેઠળ આવતા સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર એથોરિટીની મંજૂરી ફરજિયાત કરી દેવામાં આવી છે.

ભૂગર્ભ જળ હવેથી મફતમાં, વિના પરવાનગીએ વાપરી શકાશે નહીં

હવેથી ભૂર્ગભમાંથી જળ કાઢવા માટે તા.30 સપ્ટેમ્બર 2022 સુધી રાજ્યના રહેણાંક, સરકારીઅર્ધસરકારી, ખાનગી એકમો તથા ઈન્ડસ્ટ્રીયલ એકમોએ ભૂગર્ભમાંથી જળ લેવા માટે ફરજિયાત રીતે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટેની નોટિસ પણ જાહેર કરી દેવામાં આવી છે. જાહેર કરાયેલ નોટિસમાં જણાવાયું છે કે, રહેણાંક એપાર્ટમેન્ટ, ગૃહ હાઉસિંગ સોસાયટીઓ, શહેરી વિસ્તારની જળ વિતરક એજન્સીઓ, જથ્થાબંધ જળ વિતરકો, ઔદ્યોગિક માળખાગત માઈનીંગ પરિયોજનાઓ, સ્વિમિંગ પુલ માટે તથા પીવા અને ઘરેલું ઉપયોગમાં લેનાર તમામ ભૂગર્ભ જળ વપરાશકર્તાઓ રૂ 10 હજારની રજીસ્ટ્રેશન ફી ભરીને અરજી કરી શકશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ભૂગર્ભ જળના બેફામ વપરાશ પર નિયંત્રણ લાવવા અને આવક ઊભી કરવાનો સરકારનો હેતુ

આ સાથે નોટિસમાં જણાવાયું છે કે, જો કોઈપણ સીજીડબ્લ્યુએ પાસેથી એનઓસી મેળવ્યા વગર ભૂગર્ભ જળ ખેંચવાનું ચાલુ રાખશે તો વપરાશકર્તાઓ સામે કડક પગલા લેવામાં આવશે. અને મંજૂરી વગર ખેંચાયેલા ભૂગર્ભ જળને ગેરકાયદેસર ગણવામાં આવશે. ખેડૂત અગ્રણી જયેશ પટેલના જણાવ્યા અનુસાર સરકારના આ નિર્ણયથી હવે ખેડૂતો પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરી શકશે. સાથે જ ભૂગર્ભ જળના નીચા જવાની ફરિયાદો પણ હવે ઓછી થશે.

Published On - 12:29 pm, Fri, 1 July 22

Next Article