Surat શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદ, સુરત- કડોદરા માર્ગ પર પાણી ભરાયા

|

Sep 23, 2021 | 10:37 AM

સુરત જિલ્લાના પલસાણા પંથકમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તેમજ મોડી રાતથી શરૂ થયેલા વરસાદે સુરત શહેરને પાણીથી તરબોળ કરી દીધું છે.

ગુજરાતમાં(Gujarat) અનેક વિસ્તારોમાં આજે સવારથી વરસાદ(Rain) પડી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતના મેઘમહેર શરૂ થઈ છે. સુરત(Surat)  શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ મેઘમેહર યથાવત રહી છે. સુરત જિલ્લાના પલસાણા પંથકમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તેમજ મોડી રાતથી શરૂ થયેલા વરસાદે સુરત શહેરને પાણીથી તરબોળ કરી દીધું છે.

આ ઉપરાંત સુરતના ગ્રામીણ વિસ્તારો લસકાણા, કામરેજ, પલસાણા અને કડોદરા સહિતના પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ સુરત-કડોદરા રાજ્ય ધોરીમાર્ગ ઉપર પણ પાણી ભરાયા છે. જેમાં નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. જયારે હવામાન વિભાગે સુરતમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે, બુધવારે  ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરોમાં વરસાદ વરસ્યો  હતો.દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. અંબાજીમાં વરસાદને પગલે માર્ગો પર પાણી ભરાયા હતા.

સાબરકાંઠા પંથકમાં પણ મેઘાએ જમાવટ બોલાવી.આ તરફ વડોદરાના ડભોઇ પંથકમાં પણ મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી.જ્યારે મહીસાગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.સુરતમાં મેઘાએ જમાવટ કરી હતી.

આ ઉપરાંત હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો : ગુજરાત ભાજપના બે નેતાઓના વિવાદમાં કોંગ્રેસે ઝંપલાવ્યું ,કહ્યું સૌરાષ્ટ્રવાસીઓ આગામી ચૂંટણીમાં જવાબ આપશે

આ પણ વાંચો : ગુજરાતમાં સરકાર બદલાતા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના સંયોજકોને પણ છૂટા કરાયા, નવા લોકોની નિમણૂક કરાશે

Next Video