Surat : હાર્દિકના ભાજપના જોડાવા અંગે પાસના સાથીદારોએ આપી આ પ્રતિક્રિયા

|

Jun 02, 2022 | 11:10 PM

ધાર્મિક માલવિયા પણ હાર્દિક(Hardik Patel ) પટેલ ભાજપમાં જોડાયા તે બાબતે નાખુશ હોય તેવું લાગી રહ્યું છે અને આવનારા દિવસોની અંદર તેમની માંગણી નહીં સંતોષાય તો ખુલ્લેઆમ વિરોધ કરવા માટેની પણ ચિમકી આપી છે. 

Surat : હાર્દિકના ભાજપના જોડાવા અંગે પાસના સાથીદારોએ આપી આ પ્રતિક્રિયા
Hardik Patel Rally during Patidar Andolan (File Image )

Follow us on

હાર્દિક પટેલે  (Hardik Patel) કોંગ્રેસ છોડી ભાજપનો (BJP) ખેસ ધારણ કરતાની સાથે જ અનેક ચર્ચા વિચારણા રાજકીય વિશ્લેષકોમાં ચાલી રહી છે. હાર્દિક પટેલનું  મૂળ ઉદભવસ્થાન એટલે પાટીદાર અનામત આંદોલન. આ અનામત આંદોલનની અંદર સૌપ્રથમ સાથ સહકાર આપનાર તેના મિત્ર અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria )અને ધાર્મિક માલવિયા છે.  જેમના નેતૃત્વમાં સુરત ખાતેથી આખું પાટીદાર આંદોલન ઓપરેટ કરવામાં આવતું હતું. હાર્દિક પટેલના  ભાજપમાં  જોડાવા  બાબતે અલ્પેશ કથીરિયા અને ધાર્મિકને પૂછવામાં આવતાં તેમને જણાવ્યું હતું કે હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તે તેનું પોતાનું મંતવ્ય છે.

સમાજની બે માંગણીઓ હાર્દિક માટે સંઘર્ષમય રહેશે

તેમજ પાસ અડીખમ છે અને હાર્દિક હોય કે કોઈ પણ પાર્ટી તેની પાસે માંગણી કરી અને જો માગણી સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં તેનો વિરોધ પણ થઇ  શકવાનો મત   અલ્પેશ કથીરિયા અને  ધાર્મિક માલવિયા દ્વારા  આપવામાં આવ્યો છે.  હાર્દિકના ભાજપમાં જોડાવા પર અલ્પેશ કથીરિયાએ નિવેદન આપતા કહ્યું કે નવી કારકિર્દી સાથે  હાર્દિક આગળ વધ્યો છે. તેની શુભકામના પાઠવી અને સમાજની બે માંગણીઓ હાર્દિક માટે સંઘર્ષમય રહેશે.

પાસ તેનું કાર્ય કરતું રહેશે

આ ઉપરાંત પાસે માંગણી કરી છે કે  આંદોલનકારીઓ પરના કેસો પરત ખેંચવામાં આવે અને શહીદ પરીવારના સભ્યને નોકરી આપવામાં આવે. ભાજપ સાથે હાર્દિક આ બંને  મુદ્દાનું નિરાકરણ લાવે તેવી આશા રાખું છું . આની  સાથે જે હાર્દિકે જે  નેતાઓના પર આક્ષેપ કર્યા  હતા એ જ નેતાના હાથે ટોપી અને ખેસ પહેરવાના દિવસો આવી ગયા છે. આમ તો હાર્દિકે બંને પક્ષે ખુબ જ નમતું જોખ્યું છે અને આ નિર્ણય તેમનો  વ્યક્તિગત નિર્ણય છે . પાસ તેનું કાર્ય કરતું રહેશે. હાર્દિકના આ નિર્ણય થી અમારી કોઈ જ સહમતી નથી અને પાસની માંગો નહીં સંતોષાય તો 2022ની ચૂંટણીમાં તેની અસર વર્તાશે. આ ઉપરાંત હાર્દિકે પાટીદાર અનામત આંદોલનના જે કોઈ પણ પ્રાણપ્રશ્ન છે તે પ્રશ્ન પૂર્ણ થાય તે માટે સક્રિય આજથી જ કામગીરી કરવી જોઈએ.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

સુરત પાસ કન્વીનર અને ખોડલધામ સમિતિના સુરત શહેર પ્રમુખ ધાર્મિક માલવિયા પણ હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા તે બાબતે નાખુશ હોય તેવું લાગી રહ્યું છે અને આવનારા દિવસોની અંદર તેમની માંગણી નહીં સંતોષાય તો ખુલ્લેઆમ વિરોધ કરવા માટેની પણ ચિમકી આપી છે.

Published On - 9:07 pm, Thu, 2 June 22

Next Article