Surat Rain Update : વાદળોની સંતાકૂકડી વચ્ચે ક્યારેક વરસાદ તો ક્યારેક તડકો, શહેરીજનોને ધમાકેદાર વરસાદની રાહ

જોકે વાદળોની(Clouds ) સંતાકૂકડી વચ્ચે શહેરમાં માત્ર વરસાદી ઝાપટા જ નોંધાઈ રહ્યા છે. જેના કારણે વરસાદ બાદ શહેરીજનો ફરી વાર બફારા અને ઉકળાટનો અનુભવ કરતા જોવા મળી રહ્યા છે.

Surat Rain Update : વાદળોની સંતાકૂકડી વચ્ચે ક્યારેક વરસાદ તો ક્યારેક તડકો, શહેરીજનોને ધમાકેદાર વરસાદની રાહ
Rain in Surat (File Image )
Follow Us:
| Updated on: Jun 16, 2022 | 3:31 PM

હવામાન વિભાગ દ્વારા સુરત (Surat ) સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં (South Gujarat ) આગામી ચાર દિવસમાં હળવાથી ભારે વરસાદની (Rain ) આગાહી વચ્ચે આજે સતત બીજા દિવસે સુરત શહેરના અલગ – અલગ વિસ્તારોમાં છુટ્ટોછવાયો વરસાદ નોંધાયો હતો. કાળા ડિબાંગ વાદળોની સંતાકુકડી વચ્ચે તાપમાનનો પારો ગગડી જતાં શહેરીજનોએ પણ આહ્લાદક વાતાવરણનો લ્હાવો લીધો હતો. જોકે, આજે સવારથી છુટ્ટાછવાયા વરસાદને પગલે નોકરી – ધંધે જનારા વાહન ચાલકોએ નાછૂટકે ભીંજાવાનો વારો આવ્યો હતો.

આજે વહેલી સવારથી જ વાદળોના આગમન સાથે શહેરના અલગ – અલગ ઝોન વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા નોંધાયા હતા. સુરતના અઠવા, વેસુ, સિટીલાઈટ, ઉધના, લિંબાયત, ડિંડોલી, વરાછા અને કતારગામ, અડાજણ  અને રાંદેર સહિતના વિસ્તારોમાં સામાન્ય હળવા વરસાદી ઝાપટાને લીધે વાતાવરણમાં થોડા સમય માટે ઠંડક પ્રસરી જવા પામી હતી. હવામાન વિભાગ દ્વારા આવનારા ચાર દિવસ સુધી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી વાતાવરણમાં પલ્ટો આવતાં તાપમાનનો પારો પણ એકદમ ગગડી જવા પામ્યો હતો.

ગઈકાલથી શહેરમાં બદલાયેલા વાતાવરણ વચ્ચે આજે સવારથી વરસાદના આગમનને પગલે સુરતીઓએ ડુમસ તરફ દોટ લગાવી હતી. જો કે, નોકરી – ધંધા માટે નીકળેલા વાહન ચાલકોએ નાછૂટકે વરસાદમાં ભીંજાવાનો વારો આવ્યો હતો. સુરત શહેરની સાથે સાથે સુરત જિલ્લામાં પણ હળવો વરસાદ નોંધાયો છે. જ્યારે ઉકાઈ ડેમના કેચમેન્ટમાં પણ સારો વરસાદ નોંધાયો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 316.18 ફૂટ જેટલી નોંધાઈ છે. ઉકાઈ ડેમમાંથી 1000 ક્યુસેક પાણી સતત છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ગઈકાલે રાત્રે 8 વાગ્યે 13 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું હતું. હાલ કોઝવેની સપાટી વધીને 4.95 મીટર પર પહોંચી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

જોકે વાદળોની સંતાકૂકડી વચ્ચે શહેરમાં માત્ર વરસાદી ઝાપટા જ નોંધાઈ રહ્યા છે. જેના કારણે વરસાદ બાદ શહેરીજનો ફરી વાર બફારા અને ઉકળાટનો અનુભવ કરતા જોવા મળી રહ્યા છે. હજી વરસાદ મન ભરીને વરસ્યો નથી. શહેરીજનો પણ ચોમાસાના પહેલા ધમાકેદાર વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જોકે આગામી થોડા દિવસોમાં હવે ચોમાસુ વિધિવત જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">