Surat : પૂર્વ કોર્પોરેટરની ફરિયાદ બાદ અડાજણમાં મનપાની માલિકીના પ્લોટ પરથી દબાણ દૂર કરાયાં

|

Mar 07, 2022 | 7:22 PM

અગાઉ આ પ્લોટ કેબલ બ્રિજના કામ માટે ગેમન ઈન્ડિયા અને યુનિક કન્સ્ટ્રકશનને આપવામાં આવ્યો હતો. જો કે, બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ હવે આ પ્લોટ પર દબાણ દૂર કરવામાં ન આવતાં લોકોમાં પણ ભારે વિરોધ જોવા મળ્યો હતો.

Surat : પૂર્વ કોર્પોરેટરની ફરિયાદ બાદ અડાજણમાં મનપાની માલિકીના પ્લોટ પરથી દબાણ દૂર કરાયાં
અડાજણમાં મનપાની માલિકીના પ્લોટ પર દબાણ દૂર કરાયા

Follow us on

સુરત (Surat) શહેરના અડાજણ ખાતે કેબલ સ્ટેઈડ બ્રિજની પાસે સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation0 ની કરોડો રૂપિયાની જમીન પર દબાણની ફરિયાદ બાદ આજે રાંદેર ઝોન દ્વારા ગેરકાયદેસર (Illegal) દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મનપાના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર અડાજણમાં એક્વીરીયમની પાસે આવેલ સોનાની લગડી સમાન મહાનગર પાલિકાના પ્લોટ (Plot) પર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણ ઉભું કરવામાં આવ્યું હતું.

આ અંગે અત્યાર સુધી વહીવટી તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હતા. જો કે, આ અંગે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવતાં આજે રાંદેર ઝોન દ્વારા આ જમીન પર ધરાર કબ્જો કરનારા દબાણકર્તાઓને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પૂર્વ કોર્પોરેટર અને સામાજીક અગ્રણી નિરવ શાહ દ્વારા રાંદેર ઝોન વિસ્તારમાં ટી.પી. 10 (અડાજણ)ના રેવન્યુ સર્વે નં. 690થી નોંધાયેલ કરોડો રૂપિયાની મનપાની માલિકીના પ્લોટ પર દબાણ અંગે ફરિયાદ કરવામાં આવી હતી.

જેને પગલે વહીવટી તંત્ર ભીંસમાં મુકાઈ જવા પામ્યું હતું. અગાઉ આ પ્લોટ કેબલ બ્રિજના કામ માટે ગેમન ઈન્ડિયા અને યુનિક કન્સ્ટ્રકશનને આપવામાં આવ્યો હતો. જો કે, બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ હવે આ પ્લોટ પર દબાણ દૂર કરવામાં ન આવતાં લોકોમાં પણ ભારે વિરોધ જોવા મળ્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

થોડા દિવસ પહેલાં સજ્જુકોઠારીના ઘરે દબાણ દૂર કરાયું હતું

સુરતના નાનપુરા ખાતે રહેતા માથાભારે છાપ ધરવતા સજ્જુ કોઠારી દ્વારા સરકારી જગ્યા પર દબાણ કરી ઉભા કરાયેલા દબાણને લઈ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયા બાદ આ બાબતે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા આવા માથાભારે સામે લોકો સામે લાલા આંખ કરતા તેની ઘર નજીક દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી અને આજે પાલિકા અને પોલીસના જેસીપી ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈઓ સાથે રાખી પાલિકા અધિકારીઓની હાજરીમાં તંત્ર દ્વારા ડિમોલીશન ની કામગીરી પાર પડાઈ હતી. સજ્જુ કોઠારી લાજપોર જેલમાંથી પોલીસ સાથે ઝપાઝપી કરી હતી બાદમાં સાજુ કોઠારી ભાગી છુટ્યો છે અને હાલ તે પોલીસ વોન્ટેડ છે. તો બીજી તરફ સાજુ કોઠારીએ તેના ઘર પાસે સરકારી જગ્યા પર ગેરકાયદે કબ્જો કર્યો હતો જે મામલે કલેકટર સુધી ફરિયાદ કરાતા કલેકટરે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો અને ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની હાજરીમાં દબાણો દુર કરાયા હતાં.

આ પણ વાંચોઃ Surat: મહાનગરપાલિકાના પે એન્ડ યુઝ શૌચાલય પર ભગવાનનુ ચિત્ર દોરતા વિવાદ, ચિત્રને દૂર કરવામાં આવ્યું

આ પણ વાંચોઃ Surat: પુણા વિસ્તારમાં એમ્બ્રોઈડરી ખાતામાં ચપ્પુની અણીએ લૂંટ કરનારા પોલીસ સકંજામાં

Next Article