Surat : ચોમાસા પહેલા આગોતરું આયોજન, ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મિનિટ ટુ મિનિટ અપડેટ લેવાશે

|

May 31, 2022 | 10:17 AM

શહેરીજનોને ચોમાસા (Monsoon ) દરમ્યાન કોઈપણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે તે માટે આગોતરું આયોજન ગોઠવવામાં આવ્યું છે. 

Surat : ચોમાસા પહેલા આગોતરું આયોજન, ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મિનિટ ટુ મિનિટ અપડેટ લેવાશે
Meeting in SMC(File Image )

Follow us on

ચોમાસુ (Monsoon ) માથે દસ્તક દઈ રહ્યું છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat ) પ્રિમોન્સુન એક્ટિવિટીની શરૂઆત પણ થઇ ચુકી છે. તેવામાં સુરત માં ચોમાસા દરમિયાન તાપી (Tapi ) નદીમાં પૂર  કે ખાડીમાં પૂર આવે કે વધુ વરસાદ પડે તેવા સંજોગોમાં આ બધી સ્થિતિને પહોંચી વળવા માટે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.  તાપી નદીમાં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પડેલા વરસાદનું પણ પાણી આવે છે. જેથી તેની પણ માહિતી સતત ઓનલાઇન મળતી રહે સાથે જ ઉકાઈ  ડેમની સ્થિતિ અંગે પણ મિનિટ ટુ મિનિટ જાણકારી મળતી રહે તે માટે મહારાષ્ટ્ર,  મધ્યપ્રદેશ સાથે  ગુજરાત સરકાર અને સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્ક  રાખવામાં આવશે.

સુરત મહાનગર પાલિકા કચેરી ખાતે પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા માટે થોડા દિવસો પહેલા બેઠક કરવામાં આવી હતી.જેમાં પાલિકાના તમામ ઝોનના અધિકારીઓ સાથે સાથે સી.ડબલ્યુ. સી અને સિંચાઈ વિભાગના અધિકારીઓને પણ આ બેઠકમાં હાજર રાખવામાં આવ્યા હતા. ચોમાસા દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ ઓનલાઈન સીધા સંપર્કમાં રહે તે માટે આયોજન ગોઠવવામાં આવ્યુ છે. આ ઉપરાંત ઉકાઈના કેચમેન્ટ એરિયા અને તાપી નદીમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી છોડવામાં આવતા પાણીની વિગતપણ મહાનગર પાલિકા તંત્રને મળી રહે તે માટે પણ ચર્ચા કરવામા આવી હતી. 

જો આ વર્ષે શહેરમાં વધુ વરસાદ પડે તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થાય તેવા સંજોગોમાં લોકોના સ્થળાંતરની જરૂર પડી શકે છે. જો આવી સ્થિતિ ઉભી થાય તે પહેલાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા સ્થાનિક  અગ્રણીઓની પણ માહિતી રાખવામાં આવશે અને અલગ અલગ આઠ ઝોનના ઝોનલ ચીફ આ અગ્રણીઓ સાથે મિટિંગ કરશે તેમજ  સ્થળાંતર કે અન્ય કામગીરીમાંપણ  તેમનો સહયોગ લેવામા આવશે. આ ઉપરાંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોમાસા દરમિયાન કોઈ પણ ઇમરજન્સીની સ્થિતિ ઉભી થાય તેને પહોંચી વળવા માટે આયોજન કરવામા આવ્યું છે. 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

નોંધનીય છે કે કોરોનાના બે વર્ષના સમયમાં મહાનગરપાલિકા તંત્રને પ્રિમોન્સુન કામગીરી માટે સમય નહોતો મળ્યો પણ આ વર્ષે જયારે કોરોના કાબુમાં છે, ત્યારે શહેરીજનોને ચોમાસા દરમ્યાન કોઈપણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે તે માટે આગોતરું આયોજન ગોઠવવામાં આવ્યું છે.

Next Article