Surat: જીમમાંથી ઝડપાયું જુગારધામ, પોલીસે દરોડા પાડી જુગાર રમતા રત્નકલાકાર સહિત 10 લોકોને ઝડપી પાડ્યા

|

Jul 05, 2022 | 9:44 AM

સુરત શહેરના કતારગામ પોલીસે રવિવારે રાત્રે એક જીમમાં દરોડો પાડીને ત્યાં જુગાર રમતા રત્નકલાકાર સહિત 10 લોકોને પકડી પાડ્યા હતા.

Surat: જીમમાંથી ઝડપાયું જુગારધામ, પોલીસે દરોડા પાડી જુગાર રમતા રત્નકલાકાર સહિત 10 લોકોને ઝડપી પાડ્યા
ફાઈલ ફોટો

Follow us on

Surat: સુરત શહેરના કતારગામ પોલીસે (Surat Police) રવિવારે રાત્રે એક જીમમાં દરોડો પાડીને ત્યાં જુગાર રમતા રત્નકલાકાર સહિત 10 લોકોને પકડી પાડ્યા હતા. તેઓની પાસેથી 77 હજાર રોકડ સહિત કુલ 3.93 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. જુગાર રમતા લોકો કોઈને કોઈ રીતે પોલીસથી બચવા માટેનો નવો રસ્તો અપવાનાવતા હોય છે. કોઈ વ્યક્તિ ઘરમાં કે પછી કોઈ ઓફિસમાં બેસીને જુગાર રમતા હોય છે ત્યાં સુરતના કતારગામ પોલીસને માહિતી મળી કે જીમમાં જુગાર રમવામાં આવી રહ્યો છે તે આધારે રેડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સુરત શહેરમાં આવેલ કતારગામ પોલીસે રવિવારે રાત્રે 8.30 વાગ્યાના અરસામાં કતારગામ બિઝનેસ ફેરના ચોથા માળે મેસોમોર્ફ જીમમાં રેઈડ કરી હતી. અહીં કેટલાક યુવકો કસરત કરવાને બદલે જુગાર રમી રહ્યા હતા. પોલીસને જોઇને તમામ ભાગવા લાગ્યા હતા. પોલીસે અહીં જુગાર રમતા ઝડપાયેલા આરોપીના નામ નીચે મુજબ છે.

(1) રત્નકલાકાર અલ્પેશ ઉર્ફે અલ્પાભાઈ ત્રિકમભાઈ વસોયા
(2) વેપારી કપીલ અરવિંદભાઈ પટેલ
(3) હાર્દિક જીતેન્દ્રભાઈ પટેલ
(4) રત્નકલાકાર કલ્પેશ પરસોતમભાઈ વાડી
(5) એમ્બ્રોડરીનું કામ કરતા કલ્પેશ દામજીભાઈ ઘેવરીયા
(6) રત્નકલાકાર મહેશભાઈ ભુરાભાઈ રામાણી
(7) રત્નકલાકાર કલ્પેશબાબુભાઈ દેસાઈ
(8) રત્નકલાકાર દિનેશ કાંનજીભાઈ ગોલાણી
(9) રત્નકલાકાર રીયાઝ આલમ મલેક
(10) રત્નકલાકાર પરેશ કાંનજીભાઈ બોદરને

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઉપરનાને પકડી પાડ્યા હતા. આ તમામ કસરત કરવાને બદલે જુગાર રમી રહ્યા હોય પોલીસને જોઇને ભાગવા લાગ્યા હતા. પોલીસે તમામને પકડી પાડીને તેઓની પાસેથી અંગઝડતી તેમજ દાવપરના મળીને કુલ 77 હજાર તેમજ 11 મોબાઇલ મળી કુલ્લે રૂા.3.93 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.આમતો જુગારો ની ટિવ હોય તે જાય નહીં તે કહેવત છે જેથી જુગારી અને નશો કરતા વ્યક્તિ કોઈ પણ રીતે પોતાનો શોખ પૂરો કરી લેતા હોય છે.

Published On - 9:43 am, Tue, 5 July 22

Next Article