પિતા વિહોણી મુકબધીર દિવ્યાંગ દીકરીનો સહારો બની પોલીસ, દિવ્યાંગ કપલના રાંદેર પોલીસે કરાવ્યા લગ્ન

|

Dec 03, 2022 | 4:26 PM

SURATના રાંદેર પોલીસની માનવતા મહેકાવતો કિસ્સો સામે આવ્યો છે. રાંદેર પોલીસે આજે જરૂરિયાત મંદ અને પિતા વિહોણી મુખબુધીર દિવ્યાંગ દીકરીના લગ્ન કરાવ્યા છે. પૈસાના અભાવે દિવ્યાંગ યુવતી લગ્ન થઈ શકતા ન હતા. આ વાતની જાણ રાંદેર પોલીસને થતા દીકરીના લગ્ન રાંદેર પોલીસે કરાવ્યા હતા.

પિતા વિહોણી મુકબધીર દિવ્યાંગ દીકરીનો સહારો બની પોલીસ, દિવ્યાંગ કપલના રાંદેર પોલીસે કરાવ્યા લગ્ન
સુરતની રાંદેર પોલીસે દિવ્યાંગ કપલના કરાવ્યા લગ્ન

Follow us on

સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી 19 વર્ષીય બોલી કે સાંભળી ન શકતી મૂકબધિર દિવ્યાંગ યુવતીના લગ્ન પાંડેસરામાં રહેતા મુક બધીર યુવક ચિરાગ પટેલ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ બંનેના લગ્ન વિશેષ એટલા માટે છે કે તેના લગ્ન પરિવાર એ નહીં કે સમાજે નહીં. પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા. આ બંનેના લગ્ન રાંદેર પોલીસ દ્વારા કરાવવામાં આવ્યા છે. અને તેનો તમામ ખર્ચ પણ રાંદેર પોલીસે જ ઉઠાવ્યો છે. એટલું જ નહીં આ દીકરીનું કન્યાદાન પણ રાંદેર પોલીસ મથકના પીઆઇ એ.એસ.સોનારાએ કર્યું છે.

ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે રાંદેર પોલીસની સી ટીમ પેટ્રોલિંગ પર હતી. આ દરમિયાન રાંદેર વિસ્તારમાં એક બોલી અને સાંભળી પણ ન શકતી હોય મૂકબધીરની રજૂઆત મળી આવી હતી. રાંદેરની સી ટીમે તેમની સાથે તેમના અંદાજમાં વાતો કરતા તેની તકલીફ જાણી હતી. મુક બધીર યુવતી સુમન વિશાલે ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં રહેતી હતી તે પુખ્ત વયની હતી અને તે જે જગ્યાએ ભણતી હતી તે જ ડિસેબલ શાળામાં અન્ય એક યુવક પણ ભણતો હતો અને તેની સાથે પ્રેમ સંબંધ હતો.તેની સાથે લગ્ન કરવા માટે ચિંતા સતાવતી હતી. રૂપિયાના અભાવે લગ્ન થઈ શકતા ન હતા. તેથી આ તમામ બાબત રાંદેર પોલીસની સી ટીમે પી.આઈને વાત કરી હતી.

પી.આઈ એ સી ટીમની વાતો સાંભળ્યા બાદદિવ્યાંગ દીકરીને મળવા પહોંચ્યા હતા. દરમિયાન તેની વ્યથા સમજી દિવ્યાંગ દીકરીના લગ્નની તમામ જવાબદારી પી.આઈ અતુલ સોનારા અને રાંદેર પોલીસે ઉપાડવાનું નક્કી કર્યું હતું. જેને લઇ આજે દીકરીના લગ્ન કરાવ્યા તે પ્રસંગે પી.આઈ અતુલ સોનારાએ જણાવ્યું કે દીકરીની વાતો સમજ્યા બાદ તેના માતા અને દીકરીને મળવા બોલાવ્યા હતા. દિવ્યાંગ યુવતીના પિતા નથી. ઘરની પરિસ્થિતિ ખરાબ છે. જેથી રૂપિયાના અભાવે દીકરીના લગ્ન અટવાઈ રહ્યા છે જેથી તેનો તમામ ખર્ચ રાંદેર પોલીસે ઉપાડવાનું નક્કી કર્યું. એટલું જ નહીં દીકરી અને તેની માતાની ઈચ્છા હોય તે રીતે ધામધૂમ પૂર્વક લગ્ન કરાવવા માટેનું વચન આપ્યું હતું. તમામ ખર્ચ રાંદેર પોલીસ પોતા અને માથે ઉઠાવશે તે નક્કી હતું.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

રાંદેર પોલીસના પીઆઇ અતુલ સોનારાએ જણાવ્યું હતું કે બોલી અને સાંભળી ન શકનાર દીકરીએ તેના જેવા જ બોલી અને સાંભળી ન શકનાર દિવ્યાંગ યુવક સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવ્યા બાદ અમે પણ પહેલા યુવકની ખાતરી કરાવી હતી. યુવક પણ ખૂબ જ વ્યવસ્થિત છે. પાંડેસરામાં રહેતો ચિરાગ પટેલ નામનો યુવક બોલી કે સાંભળી શકતો નથી. તે પોતે હીરામાં નોકરી કરે છે. અને પરિવાર અને તમામ રીતે વ્યવસ્થિત હોવાનું ખાતરી કરી હતી. પૂરતી ખાતરી થયા બાદ ધામધૂમ પૂર્વક બંને યુગલોના લગ્ન કરાવ્યા હતા. આ લગ્નમાં એસીપી ડીસીપી સહિત સમગ્ર રાંદેર પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો.

Published On - 4:26 pm, Sat, 3 December 22

Next Article