Surat : ઉધના વિસ્તારમાં થયેલી લૂંટ કેસમાં પોલીસે 2 આરોપીની કરી ધરપકડ, 1 વોન્ટેડ

|

Jul 04, 2022 | 3:24 PM

ઉધના(Udhna ) પોલીસને ખાનગી રાહે બાતમી માહિતી મળી હતી કે જે બાઈક ઉપર આવેલા ત્રણ પૈકી એક મિતેશ ઉર્ફે મિત્રો ગૌસ્વામી અને અજય મુરલીધર ગોસ્વામી આવ્યા હતા તે બંનેને ઉધના પોલીસે ઝડપી પાડ્યા હતા

Surat : ઉધના વિસ્તારમાં થયેલી લૂંટ કેસમાં પોલીસે 2 આરોપીની કરી ધરપકડ, 1 વોન્ટેડ
Police arrested 2 people in robbery case (File Image )

Follow us on

સુરતના (Surat ) ઉધના મેઈન રોડ ઉપર ત્રણ દિવસ અગાઉ ભર બપોરે બાઈક (Bike ) ઉપર આવેલા ત્રણેય સમો 28 લાખની લૂંટ કરવા મામલે ઉધના પોલીસે (Police) ગણતરીના દિવસોની અંદર આ લૂંટ કરનાર ત્રણેય ઈસમોની કરી લીધી ધરપકડ અને 28 લાખથી વધુ નો મુદ્દા માલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 29 જૂનના રોજ બપોરના સમયે સમર્થ એજન્સી નામની મને ટ્રાન્સફરની કંપની ચલાવતા એક વ્યક્તિ અલગ અલગ જગ્યાએથી જે રોકડ જમા થઈ હતી. તે લઈને ઉધના ત્રણ રસ્તા નજીક આવેલ પેટ્રોલ પંપ ની અંદર રોંગ સાઈડમાં પેટ્રોલ પુરાવા જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક જ એક બાઈક ઉપર આવેલા ત્રણ ઈસમો આવૃત પાસે 31,39,000 રોકડ ભરેલી બેગ ઝૂંટવીને ત્યાંથી ફરાર થઈ જાય છે. જ્યારે આ વૃદ્ધ વ્યક્તિ તે ઈસમોને પકડે તે પહેલા તો બાઈક ઉપર આવેલા ત્રણેય ભાગી છૂટ્યા હતા.

ઘટનાને જોઈને તુરંત જ જ્યારે આજુબાજુના લોકોને પણ જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવે છે. પણ ભીડભાડ વાળો વિસ્તાર હોવાથી આ ત્રણેય બાઈક સવારો ગાયબ થઈ ગયા હતા. બાદમાં ઘટનાની જાણ થતા ની સાથે ઉધના પોલીસ ક્રાઈમ બ્રાન્ચ એસોજી ડીસીપી સહિતના પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

તપાસ કરતા હકીકત જાણવા મળી હતી કે જગદીશભાઈ ચોક્સી જે ઘણા સમયથી સમર્થ એજન્સી મની ટ્રાન્સપોર્ટ નું કામ કરે છે તેમને શહેરના અલગ અલગ વિસ્તાર જેવા કે સચિન, પાંડેસરા, ઉન વિસ્તારમાંથી જે રૂપિયાનું કલેક્શન આવે તે ગણતરી કરી અને બેંકની અંદર જમા કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

તેમની પાસે રહેલી જે બેગ હતી તેની અંદર 31 લાખ 39,000 રોકડા હતા. પણ અમૃતકાકા બેંકમાં રૂપિયા જમા કરાવે તે પહેલા જ લૂંટારુઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. લૂંટનો આ બનાવ નજીકમાં આવેલ પેટ્રોલ પંપમાં લાગેલા સીસીટીવી માં કેદ થઈ હતી. જેના આધારે ઉધના પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આમ સુરતની અંદર ધોળા દિવસે ભર બપોરે લાખોની લૂંટ થતા ચકચાર મચી હતી. જેથી પોલીસ ઉપર એક બાજુ આ ગુનાને ઉકેલવાનું દબાણ પણ બન્યું હતું. ત્યાં પોલીસે તાત્કાલિક અલગ અલગ ટિમો બનાવીને આ લૂંટારોને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી, તે દરમિયાન ઉધના પોલીસને ખાનગી રાહે બાતમી માહિતી મળી હતી કે જે બાઈક ઉપર આવેલા ત્રણ પૈકી એક મિતેશ ઉર્ફે મિત્રો ગૌસ્વામી અને અજય મુરલીધર ગોસ્વામી આવ્યા હતા તે બંનેને ઉધના પોલીસે ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી 28 લાખ 56000 રોકડા રૂપિયા જે લૂંટ કર્યા હતા તેમાંથી રિકવર પણ કરવામાંઆવ્યા હતા.

જ્યારે હજુ એક આરોપી પકડથી દૂર છે અને બીજી બાજુ 31 લાખ માંથી 28 લાખ રિકવર થયા તો બીજા રૂપિયા આરોપીઓએ ક્યાં વાપર્યા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. મહત્વની વસ્તુ એ પણ છે કે નાની વયના લોકો હાલમાં ગુનાખોરી તરફ વધુને વધુ પ્રેરાઈ રહ્યા છે જે આવનારા દિવસો માટે પોલીસ માટે અને લોકો માટે ગંભીર બાબત છે.

Next Article