Surat : પોલીસે બે વર્ષમાં નાસતા ફરતા 47 આરોપીની ધરપકડ કરી, પાંચ કરોડની કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કર્યો

|

Apr 23, 2022 | 6:59 PM

વર્ષ 2020 થી સુરત પોલીસ(Surat Police) દ્વારા શરૂ કરવામાં આવેલ "no drugs in surat city"અભિયાન અંતર્ગત સ્પેશિયલ ડ્રાઇવ સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.જેમાં ડ્રગ્સ, ગાંજા સહિત નશીલા કારોબારનો વેપલો કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Surat : પોલીસે બે વર્ષમાં નાસતા ફરતા 47 આરોપીની ધરપકડ કરી, પાંચ કરોડની કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કર્યો
Surat Police Headquaters (File Image)

Follow us on

સુરત(Surat)પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન એનડીપીએસના(NDPS)ગુનામાં સૌથી મોટી કાર્યવાહી હમણાં સુધી કરવામાં આવી છે. જેમાં અલગ અલગ શહેર અને જિલ્લાઓમાં નોંધાયેલા એનડીપીએસ ના ગુનામાં નાસતા ફરતા 47 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે પાંચ કરોડથી પણ વધુની કિંમતનો ગાંજો,મેફેડ્રોન ડ્રગ્સ સહિત મેથાફેટામઇન ડ્રગ્સના(Drugs)જથ્થા સાથે 155 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે સુરત બહારથી નશીલા પદાર્થનો સપ્લાય કરતા 69 જેટલા આરોપીઓને ઓરિસ્સા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડી ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

સુરત શહેર પોલીસ દ્વારા વર્ષ 2020 થી “no drugs in surat city”અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત શાળા કોલેજમાં પણ અલગ અલગ કાર્યક્રમો કરી ડ્રગ્સ નાબુદી માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.યુવાધનને ડ્રગ્સની બદીમાંથી બહાર લાવવા હાથ ધરવામાં આવેલ “નો ડ્રગ્સ ઇન સુરત સીટી “અભિયાનને ખૂબ જ પ્રતિસાદ પણ મળ્યો છે.જેની સાથે ડ્રગસ અને ગાંજાનો કારોબાર કરતા તત્વો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષ દરમ્યાન ડ્રગ્સ નાબુદી માટે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરત પોલીસ કમિશનર અજય તોમર ના જણાવ્યા અનુસાર વર્ષ 2020 થી આજ દિન સુધીમાં અલગ-અલગ શહેરો અને જિલ્લાઓમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં ૪૭ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે…

સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, no drugs in surat city”ના અભિયાન અને સંકલ્પ સાથે પોલીસ કામ કરી રહી છે.જે અંતર્ગત વર્ષ 2020 થી આજદિન સુધી ગાંજાના 19 કેસો કરી 2.35 કરોડની કિંમતનો 2376 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરી 55 આરોપીઓની ધરપકડ કરવામાં આવી.જ્યારે મેફેડ્રોન અને મેથાફેટામાઇન ડ્રગ્સના 15 કેસો કરી 2.21 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે 70 આરોપીઓની ધરપકડ કરવામાં આવી.તેવી જ રીતે 6 જેટલા ચરસના કેસો કરવામાં આવ્યા.જેમાં 35 લાખથી વધુની કિંમતના 8 કિલો 343 ગ્રામ ચરસના જથ્થા સાથે 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

આ ઉપરાંત 6 કેસ અફીણના કરવામાં આવ્યા.જેમાં 14 લાખથી વધુની કિંમતના 43 કિલો અફીણ અને પોપીસ્ટ્રોના જથ્થા સાથે કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. સુરત શહેર બહારથી નશાના કારોબાર કરતા તત્વોને ઝડપી પાડવા પણ પોલીસે ભારે કમર કસી હતી.જેમાં નશીલા પદાર્થોનું સપ્લાય કરતા 69 જેટલા આરોપીઓને ઓરિસ્સા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડી ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ કર્યો છે.

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ડ્રગ્સની ગેરપ્રવૃત્તિ કરનારા તત્વો સામે સુરત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં હમણાં સુધી પીટ એનડીપીએસ એકટ હેઠળ 6 આરોપીઓની પાસા હેઠળ અટકાયત જેલભેગા કરી દેવામાં આવ્યા છે. સુરત પોલીસ દ્વારા હમણાં સુધી એનડીપીએસ ના ગુનામાં 146 જેટલા પુરુષ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 9 જેટલી મહિલાઓ સામે પણ ડ્રગ્સ સહિત ગાંજાની ગેર પ્રવૃત્તિ કરવા મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં હાલ 108 જેટલા આરોપીઓ જેલવાસ ભોગવી રહ્યા છે. જ્યારે 47 જેટલા આરોપીઓ જામીન મુક્ત થતા જેલ બહાર છે…

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2020 થી સુરત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ “no drugs in surat city”અભિયાન અંતર્ગત સ્પેશિયલ ડ્રાઇવ સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.જેમાં ડ્રગ્સ, ગાંજા સહિત નશીલા કારોબારનો વેપલો કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.આજની યુવાપેઢી ડ્રગ્સ જેવા દુષણ તરફ ના વળે તે માટેના પ્રયત્ન હાલ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.જ્યાં સમાજમાંથી ડ્રગ્સના દુષણને જડમૂળથી ઉખેડી ફેંકવા માટેનો પ્રયાસ પણ સુરત પોલીસ દ્વારા કરાઈ રહ્યો છે.

આ પણ વાંચો :  દાહોદ : સાસુના ત્રાસથી પરિણીતાએ પુત્ર સાથે અગ્નિસ્નાન કર્યું, પરિણીતાનું સારવાર દરમ્યાન મોત, પુત્ર સારવાર હેઠળ

આ પણ વાંચો :  સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરીના લીધે 2 મે સુધી રેલ યાતાયાત પ્રભાવિત થશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 6:52 pm, Sat, 23 April 22

Next Article