Surat : ઉનાળુ વેકેશનમાં વધતી ધરફોડ ચોરી અંગે સતર્ક રહેવા લોકોને પોલીસની અપીલ

|

Apr 29, 2022 | 7:35 PM

સુરતમાં હાલમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે. જેને લઈને સુરત પોલીસ સતર્ક થઇ છે. કોરોનાનું સંક્રમણ ઓછું થતા લોકો પરિવાર સાથે વેકેશન માણવા બહાર ગામ જતા હોય છે આવા સમયે તસ્કરો આ તકનો લાભ લઇ ઘરને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરતા હોય છે

Surat : ઉનાળુ વેકેશનમાં વધતી ધરફોડ ચોરી અંગે સતર્ક રહેવા લોકોને પોલીસની અપીલ
Surat Police(File Image)

Follow us on

સુરતમાં(Surat)વેકેશન કે બહાર ગામ જતા લોકો માટે સુરત પોલીસ કમિશનરે(Police Commissioner)કેટલાક સૂચનો જાહેર કર્યા છે. ઘરફોડ ચોરીના          ( Burglary)બનાવો અટકે તે માટે લોકો પોતાના ઘરનું ધ્યાન અને તકેદારી રાખે તે જરૂરી છે. આ ઉપરાંત નાઈટ પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે તેમ સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું મહત્વનું એ છે કે સુરતમાં દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશન માં લોકો પોતાના ગામા કે ફેમેલી સાથે બહાર ફરવા જતા હોય છે ત્યારે મોટા ભાગની સોસાયટીઓ કે પછી એપારમેન્ટમાં લોકો ન હોવાથી ચોરી ના બનવો અટકાવવા કે પછી સતકર્તા રાખવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.

નાઈટ પેટ્રોલિંગ વધારવામાં આવશે

સુરતમાં હાલમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે. જેને લઈને સુરત પોલીસ સતર્ક થઇ છે. કોરોનાનું સંક્રમણ ઓછું થતા લોકો પરિવાર સાથે વેકેશન માણવા બહાર ગામ જતા હોય છે આવા સમયે તસ્કરો આ તકનો લાભ લઇ ઘરને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરતા હોય છે. ત્યારે ઘર માલિકોને કેટલીક તકેદારીઓ રાખવા સુરત પોલીસ કમિશનરે અપીલ કરી છે. લોકો બહાર ગામ જાય ત્યારે શું શું તકેદારીઓ રાખવી તેની માહિતી પણ સુરત પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવી હતી. સાથે જ તેઓએ નાઈટ પેટ્રોલિંગ વધારવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો

વેકેશનમાં બહાર જાવ ત્યારે ઘરની વ્યવસ્થા રાખવી જરૂરી

સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે સુરત શહેર સમૃદ્ધ શહેર છે. બે વર્ષથી કોરોનાની મહામારીને લઈને રજાના સમય દરમ્યાન બહાર ગામ તેમજ ફરવા જવાનું ટાળતા હતા પરંતુ હવે કોરોનાની મહામારી ઓછી થતા લોકો પ્રવાસે તેમજ ગામ જતા હોય છે. ત્યારે લોકોને સચેત રહેવાની જરુર છે. લોકોએ વેકેશનમાં બહાર જતી વેળાએ ઘરની સંપૂર્ણ જવાબદારી રાખવી જરૂરી છે. ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા લોકોમાં જાગૃતતા આવે તે પણ જરૂરી છે. તમામ શહેરી જનોને વિનંતી છે કે વેકેશનમાં બહાર જાવ ત્યારે ઘરની વ્યવસ્થા રાખવી જરૂરી છે. બીજી તરફ પોલીસ પણ સતર્ક છે. પોલીસ દ્વારા પણ નાઈટ પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે.

Published On - 7:34 pm, Fri, 29 April 22

Next Article