Surat : રાંદેર, કતારગામમાં પાણીની જરૂરિયાતને પહોંચી વળવા 400 MLD ક્ષમતાનો પ્લાન્ટ બનાવાશે

|

May 19, 2022 | 10:36 AM

સુરત (Surat ) મહાનગરપાલિકા દ્વારા હવે નવા વિસ્તારોમાં પણ પ્રાથમિક સુવિધા આપવાના આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. આ બાદ રોડ, રસ્તા તેમજ સ્ટ્રીટ લાઈટના કામો પણ હાથ માં લેવામાં આવશે.

Surat : રાંદેર, કતારગામમાં પાણીની જરૂરિયાતને પહોંચી વળવા 400 MLD ક્ષમતાનો પ્લાન્ટ બનાવાશે
Water plant in Surat (File Image )

Follow us on

રાંદેર (Rander )અને કતારગામ (Katargam ) ઝોન વિસ્તારમાં નવા સમાવિષ્ટ વિસ્તારોની પાણીની (Water ) જરૂરિયાત તથા અઠવા ઝોન અને રાંદેર ઝોનના કેટલાંક વિસ્તારોમાં ટ્રીટેડ પાણીના જથ્થાના આયોજનના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા વરિયાવ ખાતે ઇન્ટેકવેલ તથા જહાંગીરપુરા સબસેન્ટર તરીકે ઉપલબ્ધ અનામત જગ્યામાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બુસ્ટર હાઉસ સહિતનું વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર, રો-વોટર ટ્રાન્સમિશન લાઇન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.  આ પ્રોજેક્ટ માટે ડીપીઆર તૈયાર કરવામાં આવ્યા છે. જે મુજબ, 314.65 કરોડ રૂપિયાની પ્રોજેક્ટ કોસ્ટ તથા પાંચ વર્ષના ઓપરેશન મેઇન્ટેનન્સ ખર્ચ પાછળ 4.35 કરોડના ખર્ચનો અંદાજ રજૂ કર્યો છે.

પાણી કમિટીની હવે મળનારી બેઠકમાં આ ડીપીઆરના અંદાજ મંજૂર કરવા માટેની દરખાસ્ત રજૂ થનાર છે. 15માં નાણાપંચ, અમૃત 2.0 તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના હેઠળ ડીપીઆરની ગ્રાન્ટ મેળવવા માટેના પ્રયાસ તંત્ર દ્વારા હાથ ધરાયા છે. આ પ્રોજેક્ટ માટે બન્ને તબક્કા પાછળ કુલ 223 કરોડના ખર્ચનો અંદાજ છે. અમૃત 2.0 હેઠળ કેન્દ્ર સરકાર પાસેથી 55.88 કરોડ, રાજ્ય સરકાર પાસેથી 55.88 કરોડ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના હેઠળ 13.24 કરોડ અને 15માં નાણાપંચ હેઠળ 98.50 કરોડની ગ્રાન્ટ મળવાનો અંદાજ છે.

વરિયાવ ખાતે પી-87 થી રીઝર્વેશનવાળી 26,391 ચો. મીટર ઉપલબ્ધ જગ્યામાં 400 એમએલડી ક્ષમતાના ઇન્ટેકવેલ તથા ટી. પી. 46 (જહાંગીરપુરા), એફ. પી. નં. 105માં  250 એમએલડી ક્ષમતાના ડબ્લ્યુટીપી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બુસ્ટર હાઉસ સહિતની અંડરગ્રાઉન્ડ ટાંકી, રો-વોટર ટ્રાન્સમિશન લાઇન ઉપરાંત ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, અન્ય કામગીરી માટેના અંદાજનો ડીપીઆરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ-2037 વસતિના અંદાજને ધ્યાને રાખી આ આયોજન મનપા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

અઠવા અને રાંદેર ઝોનના હયાત વિસ્તારોની ટ્રીટેડ પાણીની જરૂરિયાતને પણ ધ્યાને રાખી જહાંગીરપુરા ખાતે 250 એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, સુરત મહાનગરપાલિકા દ્વારા હવે નવા વિસ્તારોમાં પણ પ્રાથમિક સુવિધા આપવાના આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. આ બાદ રોડ, રસ્તા તેમજ સ્ટ્રીટ લાઈટના કામો પણ હાથ માં લેવામાં આવશે તેવું કોર્પોરેશનના અધિકારીઓનું જણાવવું છે.

Next Article