Surat: મૃત્યુ પછી પણ જીવંત રહેવું હોય તો અંગદાન કરો, વધુ એક બ્રેઈન ડેડ મહિલાના અંગદાનથી 7 વ્યક્તિઓને મળ્યું નવું જીવન

|

Dec 16, 2021 | 9:26 PM

બ્રેઈનડેડ અસ્તિકા જીજ્ઞેશભાઈ પટેલ ઉ.વ. ૪૩ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી .

Surat: મૃત્યુ પછી પણ જીવંત રહેવું હોય તો અંગદાન કરો, વધુ એક બ્રેઈન ડેડ મહિલાના અંગદાનથી 7 વ્યક્તિઓને મળ્યું નવું જીવન

Follow us on

મૃત્યુ પછી પણ તમે જીવંત રહી શકો છો, જો તમે અંગદાન (Organ Donation) કરો તો. સુરતમાં ડોનેટ લાઈફ સંસ્થા (Donate Life) દ્વારા છેલ્લા પાંચ વર્ષ કરતા પણ વધારે સમયથી બ્રેઈન ડેડ વ્યક્તિઓના અંગોનું દાન કરીને અન્યોને નવજીવન આપવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. નવસારીમાં રહેતી એક પરિણીતાના બ્રેઈન ડેડ થયા બાદ તેમના પરિવારે તેમના અંગોનું દાન કર્યું છે અને સાત વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. 12 ડિસેમ્બરના રોજ પતિ જીજ્ઞેશભાઈ પટેલ સાથે જતી વખતે તેમને અકસ્માત નડ્યો હતો. માથામાં ગંભીર ઈજા થતાં તેઓ બેભાન થઈ ગયા હતા.

 

 

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

તેમને તાત્કાલિક નવસારીમાં આવેલ હોસ્પિટલમાં દાખલ કરી નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પરિવારજનોએ તેને સુરતની હોસ્પિટલમાં ન્યુરોફીજીશિયનની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. તા. 14 ડિસેમ્બરના રોજ INS હોસ્પિટલના ડોકટરોએ આસ્તિકાને બ્રેઈનડેડ જાહેર કરી હતી. જે બાદ ડોનેટ લાઈફના સભ્યોની સમજાવટ બાદ તેઓ અંગદાન માટે તૈયાર થયા હતા.

 

 

આસ્તિકાના પતિ જીજ્ઞેશે જણાવ્યું કે તેઓ સામાન્ય પરિવારમાંથી આવે છે. જીવનમાં અત્યાર સુધી તેઓ કોઈ ચીજવસ્તુનું દાન કરી શકવા સક્ષમ નહતા પણ આસ્તિકાના અંગદાન કરીને અન્યોને નવજીવન આપીને તેઓ તેમની પત્નીને હંમેશા માટે જીવંત રાખવા માંગતા હતા. તેમની મંજૂરી મળ્યા બાદ SOTTO દ્વારા લિવર અને બંને કિડની અમદાવાદની IKDRCને ફાળવવામાં આવી, SOTTO પશ્ચિમ વિભાગ દ્વારા ફેફસાની ફાળવણી મુંબઈની મસીના હોસ્પિટલને કરવામાં આવી.

 

 

દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બોટાદની રહેવાસી 32 વર્ષીય મહિલામાં બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ મહેસાણાની રહેવાસી 25 વર્ષીય મહિલામાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ પાલીતાણાના રહેવાસી 45 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC કરાવવામાં આવ્યું છે.

 

હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ અમરેલીની રહેવાસી 17 વર્ષીય વિદ્યાર્થીનીમાં અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીનીને કોરોનાની બીજી વેવ પછી કોરોના થયો હતો અને ત્યાર પછી તેનું હૃદય નબળું પડી ગયું હતું. તેના હૃદયનું પમ્પીંગ 12 ટકા થઈ ગયું હતું. છેલ્લા એક મહિનાથી તે હોસ્પિટલમાં દાખલ હતી. ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની રહેવાસી 56 વર્ષીય મહિલામાં મુંબઈની મસીના હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ મહિલાના ફેફસાં કઠણ (પલ્મોનરી ફાઇબ્રોસિસ) થઈ જવાને કારણે તેને એન્ડ સ્ટેજ લંગ્સ ડીસીઝ હતો અને તે આર્ટીફીશીયલ લંગ્સ (એકમો સપોર્ટ) ઉપર હતી.

 

 

ગુજરાતમાંથી હૃદયદાનની આ 55મી અને ફેફસાંના દાનની 17મી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 39 હૃદય અને 13 જોડ ફેફસા દાન કરાવવામાં આવ્યા છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય અને ફેફસાં દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, કલકત્તા, હૈદરાબાદ, ઈન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે.

 

 

સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં, ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન અને સુદાનના નાગરિકમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે. ટેક્ષટાઈલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. હ્રદય, ફેફસાં, કિડની અને લિવર સમયસર અમદાવાદ અને મુંબઈ પહોંચાડવા માટે ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા, જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

 

 

ઉલ્લેખનીય છે કે કોવિડ 19ની મહામારીની પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું છે, ત્યારે ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમ્યાન 54 કિડની, 31, લિવર, 13 હૃદય, 22 ફેફસાં, 1 પેન્ક્રીઆસ અને 54 ચક્ષુઓ સહીત 175 અંગો અને ટીસ્યુઓ તેમજ બે હાથના દાન મેળવી દેશ અને વિદેશના કુલ 160 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.

 

 

આ પણ વાંચો: Surat: શાળાઓમાં વિદ્યાર્થીઓમાં સંક્રમણ મામલે પાલિકા એક્શનમાં, બનાવાઈ સુરક્ષા કવચ સમિતિ

 

આ પણ વાંચો: રાહુલ ગાંધી વિરૂદ્ધ નીચલી કોર્ટમાં સુનાવણી પર રોક, બોમ્બે હાઈકોર્ટમાં 18 જાન્યુઆરીએ અંતિમ સુનાવણી, જાણો સમગ્ર મામલો

Next Article