Surat: શાળાઓમાં વિદ્યાર્થીઓમાં સંક્રમણ મામલે પાલિકા એક્શનમાં, બનાવાઈ સુરક્ષા કવચ સમિતિ
Surat: SMC દ્વારા 'સુરક્ષા કવચ સમિતિ'ની રચના કરવામાં આવી છે. સુરતમાં ઘણા લોકો કોવિડ 19 માટે સકારાત્મક આવતા હવે તંત્રએ આગમચેતી બતાવી છે.
Corona In Surat: સુરતમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ (Corona In Students) મળી આવ્યા છે અને આ મામલે સુરત પાલિકા એક્શનમાં આવી છે. શાળાઓમાં સુરક્ષા કવચ સમિતિ બનાવવામાં આવી છે. તો આ સાથે જ દરરોજ 2 હજાર વિદ્યાર્થીઓનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. જે શાળામાંથી પોઝિટિવ કેસ મળી આવે છે તે શાળાને 7 દિવસ માટે બંધ કરી દેવામાં આવે છે. સાથે જ શાળાઓ વિદ્યાર્થીઓનું કોરોના બાબતે ટ્રેકિંગ રાખવામાં આવશે.
તો સુરતમાં સંસ્કાર ભારતી સ્કૂલના વધુ બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ધોરણ 10 અને ધોરણ 10માં અભ્યાસ કરતા સગા ભાઈ-બહેનને કોરોના થયો છે. માતા કોરોના સંક્રમિત થતાં બાળકોને પણ ચેપ લાગ્યો છે. જોકે રાહતની વાત એ છે કે એક અઠવાડિયા માટે સ્કૂલ બંધ હોવાથી બંને ઘરે જ હતા. એક અઠવાડિયા પહેલા એક વિદ્યાર્થિની કોરોના સંક્રમિત થઈ હતી.. જેને પગલે સ્કૂલ બંધ કરવામાં આવી હતી.
તો જણાવી દઈએ કે ગુજરાતમાં16 ડિસેમ્બરના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 68 કેસ નોંધાયા છે. જ્યારે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. આજે કોરોનાથી 43 લોકો સાજા થયા છે. તેમજ અત્યાર સુધી કુલ 8,17, 687 લોકોએ કોરોનાને હરાવ્યો છે. તેમજ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98. 71 ટકા છે.
કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 580 થઈ છે. જેમાંથી 06 લોકો વેન્ટિલેટર પર છે અને 574 લોકો સ્ટેબલ છે. તેમજ અત્યાર સુધી કોરોનાથી કુલ 10,100 લોકોએ જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચો: Big Breaking: હેડ ક્લાર્ક પેપર લીક થયાના મામલે મોટા સમાચાર, રદ થઈ શકે છે પરીક્ષા
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
