Surat : હવે ખુલ્લી હવામાં રાહતનો શ્વાસ લઇ શકાશે, શહેરના બાગ બગીચાઓનો સમય બે વર્ષ બાદ પૂર્વવત કરાયો

|

Mar 25, 2022 | 9:45 AM

કોરોનાના કેસ ઓછા થયા બાદ સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી પાલિકાના બગીચાઓમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે સમય સાંજે 4 થી 10 વાગ્યાનો હતો. લોકોને આ સમયગાળા દરમિયાન વધુ એકઠા ન થવા પણ વિનંતી કરવામાં આવી હતી.

Surat : હવે ખુલ્લી હવામાં રાહતનો શ્વાસ લઇ શકાશે, શહેરના બાગ બગીચાઓનો સમય બે વર્ષ બાદ પૂર્વવત કરાયો
the time of the city's gardens has been restored after two years(File Image )

Follow us on

સુરતમાં(Surat )  કોરોના સંક્રમણની એન્ટ્રી બાદ અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. કોરોનાના સમયગાળા દરમિયાન શહેરના બાગ બગીચાઓમાં(Garden )  લાદવામાં આવેલો પ્રતિબંધ હવે બે વર્ષ બાદ હટાવી લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના બગીચા કોરોનાના સમયગાળા દરમિયાન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ ચેપ ઓછો થતાં રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ થોડા સમય માટે બગીચાઓ ખોલવામાં આવ્યા હતા. હવે કોરોના લગભગ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો છે ત્યારે લોકોને પહેલાની જેમ મ્યુનિસિપલ ગાર્ડનમાં પૂરો સમય પસાર કરવામાં રાહત મળશે. હવે લોકો સવારે 6 થી 12 અને બપોરે 3 થી 11 વાગ્યા સુધી ગાર્ડનમાં પ્રવેશી શકશે.

બે વર્ષ પહેલા આ દિવસે સુરતમાં કોરોનાને કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેના કારણે મહાનગરપાલિકાના બગીચામાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બગીચાઓનો આરોગ્ય અને મનોરંજનના હેતુઓ માટે ઉપયોગ કરવા જતા લોકો પર પ્રવેશ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જો કે સુરત મહાનગરપાલિકાએ કોરોનાના કેસ ઓછા થતાં ગાર્ડન શરૂ કરાવ્યું હતું, પરંતુ ગાર્ડનમાં પ્રવેશવાના કડક નિયમો સાથે એન્ટ્રીનો સમય પણ ઘટાડી દેવામાં આવ્યો હતો.

કોરોનાના કેસ ઓછા થયા બાદ સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી પાલિકાના બગીચાઓમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે સમય સાંજે 4 થી 10 વાગ્યાનો હતો. લોકોને આ સમયગાળા દરમિયાન વધુ એકઠા ન થવા પણ વિનંતી કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં કોરોનાના કેસ શૂન્ય થઈ ગયા છે કે એક-બે કેસ સામે આવી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ જોતા એવું લાગે છે કે સુરતમાં લગભગ કોરોનાએ વિદાય લઈ લીધી છે, તેથી આજથી ફરીથી સુરતના ગાર્ડનનો સમય સવારે 6:00 થી બપોરે 12:00 અને બપોરે 3:00 થી 11:00 નો કરવામાં આવ્યો છે.  કોરોનાની વિદાયના કારણે આ બગીચો લોકોના આરોગ્યની સાથે-સાથે લોકોના મનોરંજન માટે પણ ઉપયોગી બનશે.નોંધનીય છે કે હવે સુરતમાં કોરોનાના કેસો સંપૂર્ણપણે કાબુમાં છે. હોસ્પિટલમાં એક પણ દર્દી દાખલ નથી. ત્યારે આરોગ્ય વિભાગને પણ તેનાથી મોટો હાશકારો થયો છે.

આ પણ વાંચો :

Surat : લોકડાઉનમાં જયારે બધી ઓફિસો બંધ હતી, ત્યારે પણ યુનિવર્સીટીએ 3 મહિનામાં 3 લાખ રૂપિયાની વીજળી વાપરી !

પાણીની પારાયણ શરૂ, વિયરની સપાટી ઘટતા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા પાલિકાએ સિંચાઈ વિભાગને પત્ર લખ્યો

Published On - 9:31 am, Fri, 25 March 22

Next Article