Surat: રેડ એલર્ટની આગાહી વચ્ચે સુરત શહેર અને જિલ્લામાં સામાન્ય વરસાદી ઝાપટા

|

Jul 13, 2022 | 6:56 PM

હજી બે દિવસ (Days )એટલે કે 15 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સુરતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખીને બેઠું છે.

Surat: રેડ એલર્ટની આગાહી વચ્ચે સુરત શહેર અને જિલ્લામાં સામાન્ય વરસાદી ઝાપટા
Surat Rain (File Image )

Follow us on

આજથી ત્રણ દિવસ સુધી સુરત (Surat) સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) હવામાન વિભાગની અતિભારે વરસાદની (Heavy Rain) આગાહી વચ્ચે સવારથી મેઘરાજાએ વિરામ લીધો હતો. જિલ્લામાં માત્ર માંડવી તાલુકામાં એક ઈંચ વરસાદને બાદ કરતા શહેર જિલ્લામાં હળવા વરસાદી ઝાપટા નોંધાવા પામ્યા છે. બીજી તરફ ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ વરસાદનું જોર ઘટતાં ઈનફ્લોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 325ની લગોલગ પહોંચી છે.

સુરત શહેરમાં સામાન્ય વરસાદી ઝાપટા

સુરત શહેર ફ્લડ કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ આજે સવારથી બપોર સુધીમાં સુરત શહેરમાં ઉધના ઝોનમાં સૌથી વધુ અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય સેન્ટ્રલ ઝોન, રાંદેર ઝોન, કતારગામ, વરાછા – એ અને બી તથા લિંબાયત અને અઠવા ઝોનમાં બેથી પાંચ મીમી જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે. આજે સવારથી વરસાદના વિરામને પગલે શહેરીજનોએ એક તરફ હાશકારો અનુભવ્યો હતો તો બીજી તરફ મનપા દ્વારા પણ શહેરમાં ઠેર – ઠેર રસ્તાઓ પર પડેલા ખાડાઓનું સામ્રાજ્ય દુર કરવા માટેની કવાયત યુદ્ધસ્તરે હાથ ધરવામાં આવી હતી.

માંડવી તાલુકા સિવાયના તમામ તાલુકામાં સામાન્ય વરસાદ

જિલ્લામાં આજે સવારથી માત્ર માંડવી તાલુકામાં નોંધપાત્ર એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય બારડોલીમાં સાત મીમી, ચોર્યાસી – કામરેજમાં ચાર – ચાર મીમી, મહુવામાં પાંચ મીમી અને માંગરોળમાં આઠ મીમી જ્યારે પલસાણામાં માત્ર બે મીમી વરસાદ નોંધાયો છે. આજે સવારથી કોઝવેની સપાટીમાં પણ સતત ઘટાડો નોંધાયો છે અને બપોરે 12 વાગ્યે કોઝવેની સપાટી 7.19 મીટરે પહોંચી છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા તમામ ગેજ સ્ટેશનોમાં છેલ્લા 24 કલાકમાં વરસાદે વિરામ લેતાં ઈનફ્લો ઘટીને 48 હજાર સુધી પહોંચી ગયો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 324.78 ફુટ નોંધાવા પામી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જોકે હજી બે દિવસ એટલે કે 15 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખીને બેઠું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ રાહત કામગીરી માટે પહેલાથી જ એનડીઆરએફની ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે.

Next Article