Surat : શહેરમાં વધતી ગુનાખોરીને ડામવા પોલીસ કમિશનર દ્વારા યોજાયું નાઈટ કોમ્બિંગ

|

Jun 01, 2022 | 6:58 PM

સુરત (Surat) શહેરમાં વધતા જતા અપરાધને લઈને પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે નાઇટ કોમ્બીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

Surat : શહેરમાં વધતી ગુનાખોરીને ડામવા પોલીસ કમિશનર દ્વારા યોજાયું નાઈટ કોમ્બિંગ
Surat Police night combing (File Image )

Follow us on

સુરત (Surat ) શહેરમાં કાયદો (Law) અને વ્યવસ્થાની (Order) જાળવણી બાબતે પોલીસ કમિશનર અજય કુમાર તોમરે ફરી એક વખત લાલ આંખ કરી છે. પહેલા સુરત પોલીસ દ્વારા શહેરના તમામ ડિવિઝન ડીસીપી સાથે મિટિંગ કરી સૂચનાઓ આપવામાં આવી હતી. તે બાદ મંગળવારે મોડી રાતે અમરોલી વિસ્તારમાં નાઇટ કોમ્બીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ પોલીસ કમિશનર મદદનીશ પોલીસ કમિશનર, પી.આઈ અને પીએસઆઇ અલગ અલગ ટીમો બનાવીને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં પોલીસે નંબર પ્લેટ વગરની તેમજ ફોલ્ટી નંબર પ્લેટ વાહન ચાલક વિરુદ્ધ, કાળા કાચ વાહન ચાલક વિરુદ્ધ, ત્રણ સવારી તેમજ અન્ય ગુના હેઠળ ત્રણ કલાકમાં 391 વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. બે દિવસ પહેલા ઝોન 4 વિસ્તારમાં પણ આ જ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી હતી.

સુરત શહેરમાં વધતા જતા અપરાધને લઈને પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે નાઇટ કોમ્બીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કમિશનર મેગા આયોજન કર્યું હતું. મંગળવારે મોડી રાત્રે નાયબ પોલીસ કમિશનર હર્ષદ મહેતા નેતૃત્વમાં મદદનીશ પોલીસ કમિશનર તેમજ અમરેલી પી.આઈ. અને પીએસઆઇ તેમજ અન્ય પોલીસ કર્મીઓ સાથે અલગ-અલગ વિસ્તારમાં નાઇટ કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

જેમાં પોલીસે નંબર પ્લેટ વગરની મોટરસાયકલ તેમજ ફોલ્ટી નંબર પ્લેટ વાહનોના 231, દારૂ પીને વાહન ચલાવનાર વિરુદ્ધ 18, બેફિકર વાહન ચલાવનાર વિરુદ્ધ 8 ગુનાઓ, જાહેર માર્ગ ઉપર અડચણ રૂપ વાહનો માટે છ, તેમજ ઘાતક હથિયાર સાથે રાખવાના 16 જેટલા ગુના નોંધાયા છે. આ ઉપરાંત દારૂ પીધેલાના 8, વાહનો પર કાળી ફિલ્મના 27, ત્રણ સવારીના 46, તડીપારના 1, અલગ-અલગ મોટર વ્હીકલ એક્ટના 103 મળીને કુલ્લે 391 જેટલા ઈસમો વિરોધ પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખાસ કરીને કોસાડ આવાસમાં તેમજ રાધે ઝુપડપટ્ટી વિસ્તાર વહેલી સવારે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. આમ શહેરના જાણીતા વિસ્તારોમાં આ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.

Next Article