Surat મહાનગર પાલિકાએ બાળકોને કોરોનાથી બચાવવા કર્યો આ નવતર પ્રયોગ

|

Jul 23, 2021 | 7:06 PM

જેમાં સુરત મનપાના અભિયાન હેઠળ બિમાર બાળકોના પરિવારજનોને કોરોનાની રસી આપવાનો સર્વે શરૂ કરાયો છે. તેની સાથે જ બિમાર હોય તેવા 15 હજાર બાળકોને શોધી કઢાયા છે અને 3500થી વધુ પરિવારજનોનું રસીકરણ કરી દેવાયું છે.

સુરત(Surat) મહાનગર પાલિકાએ કોરોનાની ત્રીજી લહેરની શક્યતા પૂર્વે બાળકોને સંક્રમિત થતા રોકવા એકશન પ્લાન બનાવ્યો છે. જેમાં સુરત મનપાના અભિયાન હેઠળ બિમાર બાળકોના પરિવારજનોને કોરોનાની રસી આપવાનો સર્વે શરૂ કરાયો છે. તેની સાથે જ બિમાર હોય તેવા 15 હજાર બાળકોને શોધી કઢાયા છે અને 3500થી વધુ પરિવારજનોનું રસીકરણ કરી દેવાયું છે.મહત્વપૂર્ણ છે કે મનપા દ્વારા લોહીની ઉણપ, ગંભીર બિમારી, ઓછું વજન કે અન્ય બિમારી ધરાવતા બાળકોનો સર્વે કરાયો હતો.જોકે આવા બાળકોને રસી ન આપી શકાય તેથી તેમના પરિવારજનોને રસી આપવાની ઝુંબેશ હાથ ધરાઇ છે.

આ પણ વાંચો : TMKOC: Munmun Dutta છે ઘણા દિવસોથી સેટ પરથી ગાયબ, શું શોને કહી દીધું અલવિદા?

આ પણ વાંચો : Health Tips: આરોગ્યની ઘણી સમસ્યાઓનું નિદાન છે સૂકા આદુનો પાઉડર, જાણો કઈ રીતે ?

Published On - 7:03 pm, Fri, 23 July 21

Next Video