સુરત શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation)એ ઈલેક્ટ્રિક વાહન પોલિસી જાહેર કરી છે. જેમાં સુરત મહાનગરપાલિકાને સફળતા મળતી દેખાઈ રહી છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની (Municipal Commissioner Banchanidhi Pani) એ દાવો કર્યો છે કે, પોલિસી તૈયાર થઇ ત્યારે શહેરમાં કુલ 1043 જેટલાં ઇલેક્ટ્રિક વાહનો (Electric vehicles) નોંધાયા હતા જ્યારે પોલિસી અમલી બનાવ્યા બાદ ગણતરીના મહિનાઓમાં જ શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધીને 5600 થી વધુ થઇ ગઇ છે.
સુરત મનપા દ્વારા ઇલેક્ટ્રિક વાહનો માટે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનોની સુવિધા ઊભી કરવા માટે કામગીરી થઇ રહી છે અને પ્રતિવર્ષ 20 ટકાના વૃદ્ધિ દરને ધ્યાને રાખી 2030 સુધી શહેરમાં 11 લાખ ઇલેક્ટ્રિક વાહનો દોડતાં થઇ શકે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ માટે અલાયદી પોલિસી તૈયાર કરી છે અને આ પોલિસીના ઘણાં સકારાત્મક પરિણામો પણ ગણતરીના મહિનાઓમાં નજરે પડી રહ્યા છે. મનપા કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું કે , 2019-20માં શહેરમાં 15 કારો સહિત ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા માત્ર 147 હતી. ઇલેક્ટ્રિક વાહન પોલિસીનો અમલ થયો ત્યારે સંખ્યા 1043 હતી જ્યારે હાલ સંખ્યા 5631 છે. શહેરમાં 300 ઇલેક્ટ્રિક ફોર વ્હીલ ગાડીઓ નોંધાયેલી છે. તો ઇલેક્ટ્રિક વ્હીકલ ઇકો સીસ્ટમ હેઠળ પણ ભારતના 9 શહેરોમાં સુરતનો સમાવેશ કરાયો છે.
હાલ ઇલેક્ટ્રિક વાહનોની પોલિસીના અમલના પ્રથમ વર્ષમાં 100 ટકા, બીજા વર્ષે 75 ટકા અને ત્રીજા વર્ષમાં 50 ટકા તેમજ ચોથા વર્ષે પોલિસીના અમલવારીની અંતિમ તારીખ સુધી માફી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જયારે મનપા સંચાલિત પે એન્ડ પાર્કના સ્થળે વિનામૂલ્યે પાર્કિંગનો લાભ આપવામાં આવે છે. આ ઉપરાંત સરકાર તરફથી મળતી સબસીડી, પેટ્રોલ ડિઝલના વધતા ભાવોને કારણે પણ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ રોકેટ ગતિએ વધી રહ્યું છે.
બીજી તરફ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી વાહનચાલકોના ખિસ્સા પર બોજો પણ વધ્યો છે. જેના કારણે લોકો હવે ઈલેક્ટ્રેકિ વાહનો ખરીદવા તરફ વળ્યા છે..એટલું જ નહીં ઇ બાઇક ખરીદવા માંગતા લોકોએ વેઇટિંગમાં રહેવું પડે એવી સ્થિતિ જોવા મળી રહી છે.આમ, શહેરમાં હવે ઇલેક્ટ્રિક વાહનો ખરીદનાર લોકોની સંખ્યામાં સારો વધારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં ઇ બાઇક ખરીદવા માંગતા લોકોએ વેઇટિંગમાં રહેવું પડે એવી સ્થિતિ જોવા મળી રહી છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-