Surat: એક જ અઠવાડિયામાં કોરોનાના 400 થી વધુ કેસ, ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરાયો

|

Jun 29, 2022 | 11:21 AM

સુરત (Surat) શહેરમાં કોરોનાના કેસોમાં (Corona case) ઘટાડા સાથે રાહત જોવા મળી હતી. મંગળવારે શહેરમાં કોરોનાના નવા 76 કેસ સામે આવ્યા છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 448 પર પહોંચી છે.

Surat: એક જ અઠવાડિયામાં કોરોનાના 400 થી વધુ કેસ, ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરાયો
કોરોના કેસોમાં વધારો (પ્રતિકાત્મક તસવીર)

Follow us on

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસમાં (Corona case) વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને ગુજરાતના મહાનગરોમાં કોરોનાના કેસોએ રફતાર પકડી છે. છેલ્લાં એક અઠવાડિયામાં સુરતમાં (Surat)  400થી વધારે કોરોનાનાં પોઝિટિવ કેસો સામે આવ્યા છે. હાલ  શહેરમાં 450 થી વધુ એક્ટિવ કેસો છે. શહેરમાં કે, વધતા મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર (Health system) સતર્ક બન્યુ છે. કોર્પોરેશનના આરોગ્ય તંત્રએ પણ સતકર્તાના ભાગરૂપે ટેસ્ટિંગની કામગીરીનો વ્યાપ વધાર્યો છે.

છેલ્લાં એક અઠવાડિયાથી શહેરમાં એવરેજ 3 હજાર જેટલા ટેસ્ટિંગ થઇ રહ્યા છે. શાળા-કોલેજોમાં ટેસ્ટિંગ અને વેક્સિનેશન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. એટલું જ નહિ ઝોન દિઠ બબ્બે ધન્વંતરી રથો પણ કાર્યરત કરવામાં આવ્યા છે. કોરોના ટેસ્ટની સંખ્યા જે પહેલા 1 હજારથી નીચે ગઈ હતી. તે કોરોના ટેસ્ટની સંખ્યા વધારીને હવે 3 હજાર સુધી કરવામાં આવી છે.

સુરત ગ્રામ્યમાં કોરોનાના કેસોમાં સતત બીજા દિવસે ઘટાડો

સુરત શહેર-ગ્રામ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા મંગળવારે શહેરમાં છેલ્લા 24 કલાકમાં 76 અને ગ્રામ્યમાં 03 નવા કેસ સાથે વધુ 79 કેસ નોંધાયા હતા. સુરત શહેરમાં 37 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા હતા. શહેરમાં પાંચ વિદ્યાર્થીઓ, એક શિક્ષક અને તબીબ સંક્રમિત થયા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સુરત શહેરમાં કોરોનાના કેસોમાં ઘટાડા સાથે રાહત જોવા મળી હતી. મંગળવારે શહેરમાં કોરોનાના નવા 76 કેસ સામે આવ્યા છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 448 પર પહોંચી છે. જેમાંના 11 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. છેલ્લા 24 કલાકમાં વરાછા-બી અને કતારગામમાં સૌથી વધુ 12-12 કેસ, જ્યારે અઠવા અને રાંદેરમાં 10, લીંબાયતમાં 11, વરાછા-એમાં 8, સેન્ટ્રલમાં 6, ઉધના એ માં 5 અને ઉધના-બીમાં માત્ર 2 કેસ નોંધાયા છે. 37 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા હતા. સફાઇ કામદાર, વેકટાઇલ વર્કર, ડોક્ટર, બેલદાર, રસોઇઓ, લેબર વર્કર, ટેલર, ડ્રાઇવર, વેપારી, વિદ્યાર્થીઓ અને શિક્ષક કોરોના સંક્રમિત થયા છે.

ગ્રામ્યમાં વધુ 03 કેસ સાથે માંડવીમાં 01 અને પલસાણામાં 02 કેસો નોંધાયા છે અને મનપાના હેલ્થ સેન્ટરો પર પણ લોકોની ટેસ્ટિંગ માટેની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લાં એક અઠવાડિયાથી એવરેજ 2800 થી 3000 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. શાળાઓમાં વેક્સિનેશન ઝૂંબેશ પણ તેની સાથે જ કાર્યરત છે.

સામાન્ય રીતે શહેરમાં કોવિડની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હતી. તે દરમિયાન માંડ 500 થી 1 હજાર જેટલા ટેસ્ટ થતા હતા. સ્થિતિ નિયંત્રણમાં આવતા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પણ તમામ પ્રકારના ધન્વંતરી રથો બંધ કરાયા હતા. છેલ્લાં એક અઠવાડિયાથી ફરી એવરેજ 60થી વધુ કેસો નોંધાતા તંત્રએ ફરી ઝોનદિઠ બબ્બે ધન્વંતરી રથો ટેસ્ટિંગ માટે કાર્યરત કર્યા છે.

Next Article