Surat : ઓલપાડના કિમ ગામે વરસાદે સર્જી તારાજી, રાજ્યમંત્રી મુકેશ પટેલે અસરગ્રસ્તોની મુલાકાત લઇ સહાયની આપી ખાતરી

|

Jun 23, 2022 | 12:49 PM

જોકે વરસાદે(Rain ) સર્જેલી તારાજી બાદ આજે રાજ્યમંત્રી મુકેશ પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓએ ગામડાની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

Surat : ઓલપાડના કિમ ગામે વરસાદે સર્જી તારાજી, રાજ્યમંત્રી મુકેશ પટેલે અસરગ્રસ્તોની મુલાકાત લઇ સહાયની આપી ખાતરી
Minister Mukesh Patel visit Kim (File Image )

Follow us on

ઓલપાડ (Olpad ) તાલુકાના કિમ ગામે ગઈકાલે મોડી સાંજે એકાએક કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ઘોર અંધારું છવાઈ ગયું હતું. જે બાદ ભારે પવન (Wind ) સાથે વરસાદ (Rain) વરસતા અનેક વિસ્તારોમાં પાણી પાણી થઇ ગયું હતું. જોરદાર પવન સાથે વરસાદ વરસતા આ વિસ્તારની બે શાળાઓમાં પતરા પણ ઉડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ કિમ પોસ્ટ ઓફિસ પાસે પણ રસ્તા પર આવેલા એક મકાનનો દાદર તૂટી પડ્યો હતો. જેના કારણે જુદા જુદા વિસ્તારમાં પણ વૃક્ષ પડવાના બનાવો બનવા પામ્યા હતા.

જોકે વરસાદે સર્જેલી તારાજી બાદ આજે રાજ્યમંત્રી મુકેશ પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓએ ગામડાની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઓલપાડ ના કીમ ગામે ગઇકાલે વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદે જે ખાનાખરાબી સર્જી હતી તે બાબતે તેઓએ ગ્રામજનો સાથે વાતચીત કરી હતી. કિમ ગામમાં પતરાં તૂટવા અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. ત્યારે મંત્રી મુકેશ પટેલે ભોગ બનનાર પરિવારોને સહાય કરવાની કરી જાહેરાત પણ કરી હતી.

વરસાદના કારણે જે ઘરોમાં કે પરિવારોને નુકશાન થયું છે તેમને બનતી મદદ કરવાની ખાતરી મંત્રી મુકેશ પટેલે આપી હતી. નોંધનીય છે કે હવામાન ખાતાની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે સુરત જિલ્લામાં કામરેજ અને ઓલપાડ તાલુકાના ગામોને વરસાદે ઘમરોળ્યું છે જેના કારણે આ ગામો પાણી પાણી થઇ ગયા છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ભારે વરસાદને કારણે અહીં ગામમાં વૃક્ષો પડવાના, અને મકાન મિલ્કતને ભારે નુક્શાનની માહિતી પણ સામે આવી રહી છે. ત્યારે તંત્રે પણ નુકશાનનો અંદાજો મેળવવા તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. ખુદ મંત્રી મુકેશ પટેલે અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લઈને નુક્શાનની ભરપાઈ કરવાની ખાતરી કરી હતી. જોકે આજે સવારથી સુરત જિલ્લામાં સામાન્ય વરસાદ પડી રહ્યો છે. તેમજ સુરત શહેરમાં પણ આજે સવારથી વરસાદે પોરો ખાધો છે. જોકે વાદળછાયું વાતાવરણ રહેતા શહેરીજનોએ ભારે બફારા અને ઉકળાટનો અનુભવ કર્યો છે.

ઈનપુટ ક્રેડીટ- સુરેશ પટેલ – ઓલપાડ

Next Article