Surat : શેરડી કાપણીમાં ગેરવહીવટને પગલે સભાસદોને કરોડોનું નુકસાન, પ્રમુખ-ઉપપ્રમુખના રાજીનામાની માગ

|

Mar 30, 2022 | 8:57 AM

એકંદરે પાણીબંધના કાર્ડ આવ્યા બાદ 40 દિવસે શેરડીનું કટિંગ કરવાનું હોય છે. જેને બદલે 50થી 60 દિવસ બાદ પણ કટિંગ કરવામાં ન આવતાં એકરે 50 ટનને બદલે 15થી 20 ટન શેરડી પાકી છે.

Surat :  શેરડી કાપણીમાં ગેરવહીવટને પગલે સભાસદોને કરોડોનું નુકસાન, પ્રમુખ-ઉપપ્રમુખના રાજીનામાની માગ
Madhi Sugar Factory (File Image )

Follow us on

મઢી સુગર ફેકટરીમાં (Sugar Factory ) ગોબાચારી અને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ હવે ખુદ ડિરેક્ટર (Director )દ્વારા આક્ષેપો કરવામાં આવતાં હોબાળો મચી જવા પામ્યો છે. સુગર ફેકટરીમાં શેરડી (Sugarcane )  કટિંગમાં થયેલા ગેરવહીવટના આક્ષેપ સાથે ડિરેકટર સુરેશ ચૌધરી દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખના રાજીનામાની માંગણી કરવામાં આવી છે. મઢી સુગર ફેકટરીના ડિરેકટર સુરેશ ચૌધરી દ્વારા હાલમાં જ શેરડી કાપણીમાં ગેરવહીવટને પગલે સુગર ફકેટરીને કરોડો રૂપિયાના નુકસાનનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને પગલે આ સમગ્ર પ્રકરણમાં જવાબદાર એવા ચેરમેન અને વાઈસ ચેરમેનનું રાજીનામું માંગતા સુગર ફેકટરીના મેનેજમેન્ટમાં પણ હોબાળો મચી જવા પામ્યો છે.

મેનેજમેન્ટ વિરૂદ્ધ કરવામાં આવેલા આક્ષેપો મુજબ શેરડી બે માસ મોડી કાપવાને પગલે ખેડૂત સભાસદોને ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. એકંદરે પાણીબંધના કાર્ડ આવ્યા બાદ 40 દિવસે શેરડીનું કટિંગ કરવાનું હોય છે. જેને બદલે 50થી 60 દિવસ બાદ પણ કટિંગ કરવામાં ન આવતાં એકરે 50 ટનને બદલે 15થી 20 ટન શેરડી પાકી છે. આમ, મેનેજમેન્ટના મનસ્વી નિર્ણયને પગલે નાના સભાસદોને કરોડો રૂપિયાની નુકસાનમાં ધકેલી દેવામાં આવ્યા છે.

પાંચ વર્ષમાં સંસ્થાને કરોડોનું નુકસાન

મઢી સુગરના ડિરેકટર સુરેશ ચૌધરીએ ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં સંસ્થાને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. એક તબક્કે સંસ્થાને 300 કરોડ રૂપિયા વધારાના મળ્યા હતા. જેના થકી ફેકટરીનું દેવું ચુકવી દીધા બાદ પણ 100 કરોડ રૂપિયાની બચત હતી જે આજે પુરી થઈ ચુકી છે અને આ ઉપરાંત સુગર ફેકટરી હવે 100 કરોડના દેવાના ડુંગર તળે નજરે પડી રહી છે. બીજી તરફ આ વર્ષે સુગર ફેકટરીને એકંદરે 40 કરોડના નફાની શક્યતા નજરે પડી રહી હતી પરંતુ મેનેજમેન્ટના ગેરવહીવટને પગલે હવે સભાસદોને ભારે નુકસાન વેઠવાના દિવસો આવ્યા છે. આ સ્થિતિમાં જવાબદાર એવા પ્રમુખ અને ઉપપ્રમુખ સભાસદોને ન્યાય આપે અન્યથા પોતાની ભુલ સ્વીકારીને રાજીનામું આપે તેવી માગ ઉઠવા પામી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આમ, મઢી સુગર ફેકટરીના ડિરેક્ટર દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. પ્રમુખ ઉપપ્રમુખનું રાજીનામુ માંગવામાં આપતા ચર્ચાનુ કેન્દ્ર બન્યું છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તો નવાઈ નહીં.

આ પણ વાંચો :  Gujarat assembly elections 2022: વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદીએ ગુજરાતનાં સાંસદોનો ક્લાસ લીધો, દિલ્હીમાં બેઠક કરી

આ પણ વાંચો :  Ahmedabad: નારણપુરા વિસ્તારમાં રોડ કપાતની કામગીરી હાલ પૂરતી સ્થગિત, સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ AMCનો નિર્ણય

Next Article