Surat: મેટ્રો રેલ પ્રોજેકટ ઓન ફૂલ ટ્રેક, મેટ્રો રેલના ટ્રેક માટેના ટેન્ડર મંગાવાયા

|

Mar 31, 2022 | 9:33 AM

રૂપાલી નહેર પાસે સ્ટેશન બનાવવા માટે જગ્યા ઓછી હોવાથી ક્રોસ સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે . તેમજ વિશ્વમાં ક્યાંય પણ નહીં હોય તેવા સ્ટેશન સુરતમાં મેટ્રો રેલમાં બનાવવામાં આવશે . સુરતમાં મસ્કતિ હોસ્પિટલ અને લાભેશ્વર ભુવન પાસે ભૂગર્ભમાં ડબલ લેયર રેલવે સ્ટેશન બનશે .

Surat: મેટ્રો રેલ પ્રોજેકટ ઓન ફૂલ ટ્રેક, મેટ્રો રેલના ટ્રેક માટેના ટેન્ડર મંગાવાયા
Surat Metro Project on full track (File Image )

Follow us on

સુરત (Surat ) મેટ્રો માટે સિંગલ , કર્ડ , ક્રોસિંગ તેમજ ડાયમંડ ક્રોસિંગ વીથ સ્લીપ ટર્નઆઉટ ટ્રેક(Track ) બનાવવામાં આવશે. સુરતમાં મસ્કતિ હોસ્પિટલ અને લાભેશ્વર ભુવન પાસે ભૂગર્ભમાં (Underground ) ડબલ લેયર રેલવે સ્ટેશન બનશે. સુરત શહેર માટે ડ્રીમ પ્રોજેક્ટ એવા મેટ્રો રેલની કામગીરી પુરઝડપે ચાલી રહી છે . સુરતમાં એલિવેટેડ રૂટના પીલરના કન્સ્ટ્રક્શનનું કામ પણ શરૂ કરી દેવાયું છે . તેમજ અંડરગ્રાઉન્ડ સ્ટેશનની કામગીરી માટે જરૂરી એવા ટનલ બોરીંગ મશીનના ટેસ્ટીંગની કામગીરી પણ પુર્ણ થઈ ચુકી છે . સાથે સાથે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રોના ફેઝ -1 તેમજ ફેઝ -2 ના તમામ રૂટ માટેના ટેન્ડરો પણ હવે બહાર પાડી દેવાયા છે .

જેથી સુરત મેટ્રોની કામગીરી પણ ઝડપ પકડી રહી છે . તો હવે જીએમઆરસી દ્વારા સુરત મેટ્રો માટે જરૂરી ટર્નઆઉટ ટ્રેક માટેના ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા છે . શહેરમાં મેટ્રોનાં કુલ 39 સ્ટેશન આકાર લેશે . જેમાં વિવિધ સ્ટેશનોમાં આગવી ઓળખ આપવા માટે વિવિધતા સાથે સ્ટેશન બનાવાશે . જેમાં ડ્રીમ સિટી પાસે બનનારા ડ્રીમ સિટીનું મેટ્રો સ્ટેશન કોહિનૂર ડાયમંડ આકારનું હશે .

તેમજ રૂપાલી કેનાલ પાસે મેટ્રો સ્ટેશન ક્રોસ આકારનું બનશે . જે માટેની ડિઝાઈન તૈયાર કરી દેવામાં આવી છે . રૂપાલી નહેર પાસે સ્ટેશન બનાવવા માટે જગ્યા ઓછી હોવાથી ક્રોસ સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે . તેમજ વિશ્વમાં ક્યાંય પણ નહીં હોય તેવા સ્ટેશન સુરતમાં મેટ્રો રેલમાં બનાવવામાં આવશે . સુરતમાં મસ્કતિ હોસ્પિટલ અને લાભેશ્વર ભુવન પાસે ભૂગર્ભમાં ડબલ લેયર રેલવે સ્ટેશન બનશે .

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

એટલે કે મેટ્રોની અપ અને ડાઉન ટ્રેક માટે અલગ અલગ સ્ટેશનો હશે . કારણકે અહીં રોડની પહોળાઈ પ્રમાણમાં ઓછી હોવાથી આ પ્રમાણે સ્ટેશન બનાવવામાં આવશે . સુરત મેટ્રોના રૂટમાં ઘણી વિવિધતા હોવાથી સિંગલ ટર્નઆઉટ , કર્વ ટર્નઆઉટ , ક્રોસિંગ ટર્નઆઉટ તેમજ ડાયમંડ ક્રોસિંગ વીથ સ્લીપ ટર્નઆઉટ ટ્રેક એવા વિવિધ પ્રકારના ટ્રેક હશે .

શહેરમાં મેટ્રો રેલની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સરથાણા અને ડ્રીમ સિટી વચ્ચેનો ડાયમંડ કોરિડોર શરૂ થયો છે. ચોક સ્થિત કાપોદ્રા અને ગાંધીબાગ વચ્ચે જમીન નીચેથી મેટ્રો રેલ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. મેટ્રોના ભૂગર્ભ નેટવર્કની સાથે આ એક્સ્ટેંશનમાં સ્ટેશનો સ્થાપવાનું મુશ્કેલ કાર્ય વહીવટીતંત્ર માટે પડકારરૂપ બનશે.

કુલ છ અંડરગ્રાઉન્ડ સ્ટેશનોમાંથી મસ્કતી હોસ્પિટલ અને લાભેશ્વર ચોક એક્સટેન્શનમાં અંડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવવા માટે પૂરતી જગ્યા નથી. મનપા તંત્રએ ટિકિટ વિન્ડો, પ્લેટફોર્મ અને ટ્રેક સહિતની સુવિધાઓ સાથે સ્ટેશન બનાવવા માટે ખાસ ડિઝાઇન તૈયાર કરી છે. એન્જિનિયરિંગની અજાયબીઓ વચ્ચે સુરત શહેરમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો માટે બે જગ્યાએ સ્પ્લિટ સ્ટેશન તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો  :

Surat : દક્ષિણ ગુજરાતના પ્રોસેસર્સ એસોસિયેશન હવે વિદેશોમાંથી સીધો કોલસો આયાત કરશે

Surat : ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વેરા પેટે મનપાની તિજોરીમાં 120 કરોડ રૂપિયા વધારે જમા થયા

Next Article