Surat : રખડતા ઢોર નિયંત્રણના નોટિફિકેશનના વિરોધમાં માલધારી સમાજે અનોખો વિરોધ કર્યો

ગુજરાતની અંદર ઠેરઠેર માલધારી સમાજ  નોટિફિકેશનનો વિરોધ કરી રહ્યો છે ત્યારે હવે જોવાનું એ છે  દિવસોની અંદર ગુજરાત સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે. તેમજ  સતત માલધારી સમાજ  વિરોધ ઉગ્ર બનવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 

Surat : રખડતા ઢોર નિયંત્રણના નોટિફિકેશનના વિરોધમાં માલધારી સમાજે અનોખો વિરોધ કર્યો
surat maldhari protest against notification of stray cattle Control Bill
| Edited By: | Updated on: Apr 01, 2022 | 4:17 PM

ગુજરાત(Gujarat) સરકાર દ્વારા રખડતા ઢોર નિયંત્રણ માટે નોટિફિકેશન( Stray Cattle Control Bill) બહાર પાડ્યું છે તેને લઈને ગુજરાતમા માલધારી સમાજની અંદર રોષ જોવા મળી રહ્યો છે જેથી માલધારી સમાજ દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં પણ અલગ અલગ માલધારી સંગઠન દ્વારા આજે સુરત મહાનગર પાલિકા(Surat)  કચેરી બહાર ગાય લઇ જઇ અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો દ્વારા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો જે રીતે કાયદો લાવવાની વાત છે અને નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે તે પાછું ખેંચવામાં આવે તે માટે ઉગ્ર માંગ કરી હતી. જેમાં રખડતા ઢોરને લઈને ગુજરાત સરકાર દ્વારા કડકાઈ વર્તવામાં આવી રહી છે તેને લઈને ગુજરાતની અંદર માલધારી સમાજ દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવ્યો છે માત્ર સુરત જ નહીં પણ સુરતના આજુબાજુના જિલ્લાઓ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત તમામ જગ્યા ઉપર કલેકટરને આવેદન આપી અને સખત વિરોધ કરી રહ્યા છે ત્યારે સુરતમાં આજે માલધારી સમાજના અલગ અલગ નેજા હેઠળ અનોખો વિરોધ કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં શહેરના માલધારી સમાજના લોકો ભેગા થયા હતા અને ત્યારબાદ ગાય માતાને સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી બહાર લઈ ગયા હતા અને તે ગાયને તે ઘેર પાસે બાંધી અને સખત વિરોધ કર્યો હતો

માલધારી સમાજના લોકો વિરોધ કરતાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો

જે સરકાર દ્વારા જે કાયદો લાવવામાં આવી રહી છે અને નોટીફીકેશન બહાર પાડી છે તે પરત ખેંચવામાં આવે અને જો આવનારા દિવસોની અંદર સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવે તો માલધારી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી ત્યારબાદ મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો કલેકટર કચેરીએ ધસી આવ્યા હતા અને બેનરો સાથે ઉપગ્રહ વિરોધ દર્શાવી અને પોતાની માંગને સરકાર સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કર્યો હતો મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો વિરોધ કરતાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો ત્યારે સુરત મહાનગર પાલિકાની કચેરીની બહાર લઈ જતા પોલીસ પહોંચી હતી નેતા સુરત મહાનગરપાલિકાનો વિભાગ દ્વારા તેમને ત્યાંથી ગાયને કરતાની સાથે જ માલધારી સમાજ દ્વારા તે ગાયક ભરત લઈ જવામાં આવી હતી.

આમ ગુજરાતની અંદર ઠેરઠેર માલધારી સમાજ  નોટિફિકેશનનો વિરોધ કરી રહ્યો છે ત્યારે હવે જોવાનું એ છે  દિવસોની અંદર ગુજરાત સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે. તેમજ  સતત માલધારી સમાજ  વિરોધ ઉગ્ર બનવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :  ગુજરાતના આ શહેરમાં રસ્તા પર સોનાનો એક પથ્થર જોવા મળશે, આ પથ્થર જોઇ તમને આશ્ચર્ય થશે

આ પણ વાંચો : Panchmahal: હાલોલની દર્શના પટેલ મિસિસ ઇન્ડિયા યુનિવર્સના ખિતાબથી સન્માનિત  

 

Published On - 4:15 pm, Fri, 1 April 22