Surat: મોડી રાત્રે મેઘરાજાએ રમઝટ બોલાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, શહેરીજનોને ગરમીમાં મળી રાહત

|

Jun 05, 2021 | 8:24 AM

શુક્રવારે દિવસ દરમ્યાન વાતવારણમાં અસહ્ય ઉકળાટ અને બફારાનો અનુભવ શહેરીજનો કરી રહ્યા હતા. ત્યારે એકાએક મોડી રાતે ત્રણ વાગ્યાની આસપાસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

Surat: મોડી રાત્રે મેઘરાજાએ રમઝટ બોલાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, શહેરીજનોને ગરમીમાં મળી રાહત
Surat

Follow us on

જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને કેરળમાં પણ વરસાદનું (Rain) આગમન થઈ ગયું છે. તેવામાં અમદાવાદ બાદ સુરતમાં પણ મોડી રાત્રે વરસાદી ઝાપટું પડી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શુક્રવારે દિવસ દરમ્યાન વાતવારણમાં અસહ્ય ઉકળાટ અને બફારાનો અનુભવ શહેરીજનો કરી રહ્યા હતા. ત્યારે એકાએક મોડી રાતે ત્રણ વાગ્યાની આસપાસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

સુરતના અઠવા, ઉધના, મજુરા, ગોપીપુરા, વરાછા સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવતા સર્વત્ર મેઘ મહેર જોવા મળી હતી. વરસાદના કારણે શહેરીજનોને ભારે ઉકળાટથી રાહત મળી હતી. આમ તો વિધિવત ચોમાસુ શરૂ થવાને હજી સમય છે. પણ ચોમાસાની શરૂઆત પડેલા વરસાદે મોટી રાહત આપી હતી. જોકે સવાર પડતાની સાથે જ વાતાવરણ ચોખ્ખું થઈ ગયું હતું.

નોંધનીય છે કે જુનના બીજા અઠવાડિયામાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વિધિવત મોન્સૂન એન્ટ્રી લે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એટલે કે સુરતીઓએ હજી ચોમાસા માટે રાહ જોવી પડશે.

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અમદાવાદમાં પણ ગઈ રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સમગ્ર શહેરમાં વિજળીના ભારે કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. શહેરમાં સરેરાસ 1 ઇંચ જેવો વરસાદ પડ્યો હતો. શહેરના વસ્ત્રાલ, ગોતા, બોપલ, ઘુમા, ઓગણજ, વૈષ્ણોદેવીમાં વરસાદ પડતાની સાથે જ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા શહેરીજનોને ગરમીમાં રાહત મળી હતી.

Next Article