સુરતમાં જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર ફેમિલી કોર્ટે લગાવી રોક, પિતાની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી

સુરતમાં જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણ સામે પિતાએ તેમનો વાંધો રજૂ કર્યો છે અને આ અંગે કોર્ટમાં પણ અપીલ કરી છે. પિતાએ તેની પત્ની અને સાળા સામે આક્ષેપ કર્યા છે કે તેમની મરજી વિરુદ્ધ દીક્ષાનું મૂહુર્ત કઢાવ્યુ છે.

| Edited By: | Updated on: Dec 22, 2025 | 1:26 PM

સુરતમાં જૈન પરિવારની સાત વર્ષની દીકરીના દીક્ષા લેવાનો વિવાદ સામે આવ્યો છે. ખુદ દીકરીના પિતાએ આ દીક્ષાનો વિરોધ કરતા તેની સામે ફેમિલી કોર્ટમાં વાંધા અરજી દાખલ કરી છે. ફેમિલી કોર્ટમાં આજે આ અંગે સુનાવણી હાથ ધરાઈ હતી અને દીકરીની દીક્ષા લેવાના નિર્ણય સામે હાલ ફેમિલી કોર્ટે રોક લગાવી દીધી છે.

શું છે સમગ્ર મામલો?

સુરતમાં રહેતા જૈન પરિવારમાં એક સાત વર્ષની દીકરી દ્વારા દીક્ષા લેવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે પિતાએ આની સામે પોતાનો વાંધો રજૂ કર્યો છે. દીકરી હાલ મુંબઈમાં રહે છે અને આગામી 8 ફેબ્રુઆરી દીક્ષા લેવાનુ મૂહુર્ત કાઢવામાં આવ્યુ છે. ત્યારે પિતાએ સાત વર્ષની પુત્રીની દીક્ષા અંગે પોતાની પત્ની અને સાળા સામે આક્ષેપ કર્યા છે. પિતાની મરજી વિરુદ્ધ દીક્ષાનું મૂહુર્ત કઢાયુ હોવાનો પિતાએ આક્ષેપ કર્યો છે. માત્ર સાત વર્ષની આયુમાં દીક્ષા લેવાના નિર્ણયનો વાંધો ઉઠાવતા પિતાએ કોર્ટમાં ફેમિલી કોર્ટમાં વાંધા અરજી કરી છે. પિતાએ કોર્ટમાં અપીલ કરી છે કે દીકરી 18 વર્ષની થાય ત્યારબાદ દીક્ષા લે તેવી તેમની માગ છે.

પત્ની અને સાળા સામે લગાવ્યા આરોપ

પિતાએ સાળા દ્વારા ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો છે. પિતાનું કહેવુ છે કે દીકરીની દીક્ષા સામે વાંધો ઉઠાવતા સાળા દ્વારા ધમકી આપવામાં આવી છે. દીકરીના પિતાએ પોતાની પત્ની અને તેના ભાઈ પર આરોપ લગાવ્યા છે કે 7 વર્ષની દીકરી દીક્ષા લે તો તેમના પરિવારનું નામ રોશન થશે. જેના લીધે છેલ્લા 8 મહિનાથી તેમની પત્ની દીકરીની સાથે મુંબઈ તેના પિયર રહેતી હોવાનું પણ સામે આવ્યું છે. પિતાએ આ બાબતે વાંધો ઉઠાવતા તેમના સાળા દ્વારા તેમના ઘરે આવીને ધમકી આપવામાં આવી છે. સાથે જ તેમની હાજરી વગર જ દીક્ષાનું મૂહુર્ત કઢાયું હોવાના પણ આક્ષેપ છે. પિતાનું માનવુ છે કે મારી દીકરી હાલ 7 વર્ષની છે અને હાલ બાળ બુદ્ધિ છે. તેની ઉંમર હાલ ભણવાની છે અને દીક્ષાનો નિર્ણય લેતા પહેલા પિતા તરીકે મારી કોઈ જ પૂર્વ સંમતિ લેવામાં નથી. દીકરી 18 વર્ષની થયા બાદ તેની સ્વેચ્છાએ દીક્ષાનો નિર્ણય લે તેવી પિતા માગ કરી રહ્યા હતા જે માગને કોર્ટે ગ્રાહ્ય રાખી અને 8 ફેબ્રુઆરીએ દીક્ષા લેવાના નિર્ણય પર હાલ પુરતી રોક લગાવી દેવાઈ છે.

Input Credit- Baldev Suthar- Surat

 

વર્ષ 2026 નો રાજા છે ગુરુ ગ્રહ, આ બે રાશિઓને સમગ્ર વર્ષ દરમિયાન કરાવશે જબરદસ્ત લાભ