Surat : મુખ્યમંત્રી વિજય રૂપાણીને 1 હજાર કરોડથી વધુ પ્રોજેકટના લોકાર્પણ માટે આમંત્રણ

|

Jul 03, 2021 | 2:46 PM

Surat : આગામી દિવસોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતમાં 1 હજાર કરોડથી વધુ પ્રોજેકટના લોકાર્પણ ઉદ્ઘાટન માટે જઈ શકે છે. અગાઉ 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી સુરતની મુલાકાતે આવ્યા હતા.

Surat : મુખ્યમંત્રી વિજય રૂપાણીને 1 હજાર કરોડથી વધુ પ્રોજેકટના લોકાર્પણ માટે આમંત્રણ
મુખ્યમંત્રી લઇ શકે છે સુરતની મુલાકાત

Follow us on

Surat : મુખ્યમંત્રી વિજય રૂપાણી( CM Vijay Rupani) સાત મહિના પછી સુરત મહાનગર પાલિકાના (Surat Municipal Corporation) વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ કરવા માટે સુરત આવી શકે છે. આગામી અઠવાડિયામાં સીએમ વિજય રૂપાણી સુરત આવે તેવી સંભાવના છે. 1072.85 કરોડના અલગ-અલગ 12 પ્રોજેક્ટના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ ઉદ્ઘાટન કરવાની વિચારણા છે.

મુખ્યમંત્રી ઓફિસે તેની જાણ કરીને સીએમ વિજય રૂપાણીનો સમય માંગવામાં આવ્યો છે. આગામી 6 જુલાઈના દિવસે શ્યામાપ્રસાદ મુખર્જી નો જન્મદિવસ છે. આ દિવસે વિવિધ પ્રોજેક્ટોના લોકાર્પણની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

સુરત મહાનગરપાલિકા કુલ 12 પ્રોજેક્ટનું લોકાર્પણ ઉદ્ઘાટન કરવા જઈ રહી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પાલ ઉમરા બ્રિજ
પાછલા પાંચ વર્ષથી અટકેલા 89.99 કરોડના પાલ ઉમરા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. આ બ્રિજ શરૂ થવાથી ઉમરા અને પાલ વિસ્તારના લોકોને ફાયદો થશે.

આવાસ યોજના
સુરતના અલગ-અલગ વિસ્તારમાં 307 કરોડના ખર્ચથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 4311 આવસનું નિર્માણ થઇ ચૂક્યું છે. જે શહેરી ગરીબો માટે ઉપયોગી થશે. આ આવાસમાંથી મોટા વરાછામાં 520 આવાસ 36.73 કરોડના ખર્ચે, ભીમરાડમાં 46.77 કરોડના ખર્ચથી 664 આવાસ, ભરથાણા વેસુમાં 83.54 કરોડના ખર્ચે 1148 આવાસ, કતારગામ માં 19.32 કરોડના ખર્ચે 273 આવાસ, વરિયાવમાં 36.76 કરોડના ખર્ચે 518 આવાસ, પરવત મગોબ ગામમાં 528 આવાસ, ડીંડોલીમાં 46.84 કરોડના ખરક્સહ 660 આવાસનું લોકાર્પણ થશે.

સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
229.80 કરોડના ખર્ચે સિંગણપોર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વિસ્તરીકરણ થશે. તે જ પ્રમાણે 189.35 કરોડના ખર્ચે ભેંસાણ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વિસ્તરિકરણ થશે. તેમજ 40 એમએલડી ક્ષમતાના પ્લાન્ટનું પણ ઓપનિંગ થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં 12 ડિસેમ્બર રોજ સુરત આવ્યા હતા. હવે તેમના હસ્તે મહાનગર પાલિકા અને સુડાના 1 હજાર કરોડના પ્રોજેક્ટ લોકાર્પણ કરવામાં આવશે.

Next Article