સ્વચ્છતા સર્વેક્ષણ -2022 માં સુરતને દેશમાં પ્રથમ ક્રમ અપાવવાના ભાગરૂપે હાલ શહેરની (Surat )જાહેર મિલકતો પર સુરત મહાનગરપાલિકા(SMC) , ગુજરાત રાજ્ય ,ભારત દેશ સંબંધી સુત્રો સાથે થીમ બેઇઝ પેઇન્ટિંગ(Painting ) ક૨વામાં આવી રહ્યા છે . સમગ્ર શહેરમાં આ કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે અને શહેરને આકર્ષક લૂક આપવાનો પ્રયત્ન થઇ રહ્યો છે .તમામ બ્રિજ , સરકારી મિલકતોની કમ્પાઉન્ડ વોલો પર પેઇન્ટિંગની કામગીરી પ્રગતિ હેઠળ છે ત્યારે હવે મનપાએ આ થીમ બેઝ પેઇન્ટિંગમાં શહેરીજનોને પણ જોડવાનો નિર્ણય કર્યો છે . સુરત મહાનગરપાલિકા દ્વારા હવે થીમ બેઝ પેઇન્ટિંગની સ્પર્ધા યોજવામાં આવશે .
આ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ 2પ પેઇન્ટિંગની એન્ટ્રીઓ પૈકી જ્યુરી દ્વારા પ્રથમ ત્રણ નંબર આપવામાં આવશે અને પ્રથમ ક્રમને 1 લાખ , બીજા ક્રમને 50 હજાર અને ત્રીજા ક્રમાંકને 21 હજાર રૂપિયા ઇનામ મનપા દ્વારા આપવામાં આવશે . એટલું જ નહીં , આ પેઇન્ટિંગ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ રહેણાંક – બિનરહેણાંક મિલકતોને પ્રોત્સાહનરૂપે પાંચ હજાર રૂપિયાના પ્રોત્સાહક ઇનામની ફાળવણી કરવામાં આવશે .
સ્થાયી સમિતિ અધ્યક્ષે જણાવ્યું કે , શહેરની કોઇપણ રહેણાંક – બિનરહેણાંક મિલકતો સોસાયટીની કમ્પાઉન્ડ વોલ પર સ્વખર્ચે વેધરપ્રૂફ કલરથી 100 ચો . ફૂટથી વધુ વિસ્તારમાં શહેરને સુંદર અને આકર્ષક બનાવવા માટે મનપાના પોતાના પ્રયત્નો ઉપરાંત નગરજનોનો ફાળો મળે તો શહેરને વધુ સુંદર બનાવી શકાય તેમ છે . આ કારણથી નગરજનોને સોસાયટીઓને આ સ્પર્ધામાં જોડવામાં આવશે .
આ સ્પર્ધામાં સુરત મનપા તેમજ રાજ્ય અને દેશની અલગ અલગ થીમ પર સ્વખર્ચે સોસાયટીએ પેઇન્ટિંગ કરાવવાનું રહેશે જેમાં પ્રથમ 20 પેઇન્ટિંગની એન્ટ્રીઓ વચ્ચે સ્પર્ધા થશે. આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર પેઇન્ટિંગની રોકડ ઇનામ અપાશે. આમ શહેરીજનો પણ શહેરની સુંદરતામાં વધારો કરવા માટે પોતાનું યોગદાન આપી શકે તે આશયથી કોર્પોરેશન દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને શહેરીજનોમાં પણ હાલ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. શહેર આખાને ખુબસુરત પેઇન્ટીંગથી રંગીને સુરતની સુંદરતામાં વધારો કરવાની દિશામાં મહાનગરપાલિકા હવે શહેરીજનોના સાથ સહકારથી આગળ વધવા માંગે છે.
આ પણ વાંચો : Chaitri Navratri : જગદંબાની આરાધનામાં જો નહીં રાખો આ સાવધાની તો ભારે પડશે આદ્યશક્તિની નારાજગી !