Surat : ડાયમંડ બુર્સમાં આધુનિકતાની સાથે પર્યાવરણની જાળવણીનું પણ રખાયું છે ધ્યાન, દરેક ફ્લોર પર વર્ટિકલ ગાર્ડન

|

Jun 06, 2022 | 9:10 AM

સુરત ડાયમંડ બુર્સના(Diamond Bourse ) ડાયરેક્ટર માથુર સવાણીના જણાવ્યા અનુસાર, 'સુરત ડાયમંડ બુર્સ સંપૂર્ણપણે ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટથી બનેલ છે. અહીં પર્યાવરણનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.

Surat : ડાયમંડ બુર્સમાં આધુનિકતાની સાથે પર્યાવરણની જાળવણીનું પણ રખાયું છે ધ્યાન, દરેક ફ્લોર પર વર્ટિકલ ગાર્ડન
Surat Diamond Bourse (File Image )

Follow us on

સુરતના ખજોદ(Khajod ) વિસ્તારમાં ડ્રીમ સિટીમાં ડાયમંડ બુર્સમાં(Diamond Bourse ) રૂ.7 કરોડના ખર્ચે 13 એકરમાં 56,000 રોપાઓ વાવવામાં આવશે. ડાયમંડ બુર્સના દરેક ફ્લોરમાં હવા(Air ) શુદ્ધ રહે તે માટે દરેક ફ્લોર પર વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવ્યો છે. જેમાં વિવિધ રાજ્યોમાંથી લાવેલા ઇન્ડોર પ્લાન્ટ્સ લગાવવામાં આવશે. ડાયમંડ બુર્સનું બાંધકામ 100% પૂર્ણ થયું છે. આ ડાયમંડ બુર્સમાં 300, 500 અને 1000 સ્કવેર ફીટની અંદાજે 4200 ઓફિસો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન માટે સમય માંગવામાં આવ્યો છે. બુર્સની કમિટીના અગ્રણીઓના મતે દિવાળી સુધીમાં આ બ્રીજનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરાય તેવી ગણતરી કરવામાં આવી છે.

લોકોને નૈસર્ગીક વાતાવરણ મળી રહે તેનું રાખવામાં આવ્યું છે ધ્યાન :

ડાયમંડ બુર્સ બિલ્ડિંગમાં એક સમયે 1.5 લાખ લોકો બેસી શકે છે. આટલી મોટી સંખ્યામાં લોકોને કામ કરતી વખતે તાજી હવા મળી રહે તે માટે દરેક માળે વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. જેમાં ઇન્ડોર પ્લાન્ટ લગાવવામાં આવશે, જે હવાને શુદ્ધ કરવાનું કામ કરશે.

આ શહેરોમાંથી લાવવામાં આવ્યા છે પ્લાન્ટઃ

ડાયમંડ બુર્સમાં દરેક બે બિલ્ડીંગ વચ્ચે ગાર્ડન બનાવવામાં આવ્યા છે. પાર્કમાં પંચતત્વની થીમ પર શિલ્પો રાખવામાં આવ્યા છે. સાથે જ બગીચામાં વૈવિધ્ય લાવવા માટે દેશના વિવિધ રાજ્યોમાંથી છોડ લાવવામાં આવ્યા છે. ચેન્નાઈ, આંધ્રપ્રદેશ, કલકત્તા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને નવસારીમાંથી પ્લાન્ટ મંગાવવામાં આવ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જુઓ વિડીયો :

ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટથી બાંધકામઃ

સુરત ડાયમંડ બુર્સના ડાયરેક્ટર માથુર સવાણીના જણાવ્યા અનુસાર, ‘સુરત ડાયમંડ બુર્સ સંપૂર્ણપણે ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટથી બનેલ છે. અહીં પર્યાવરણનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. ડાયમંડ બુર્સનો લેન્ડ સ્કેપ પંચતત્વોની થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે.  અંદાજે 7 કરોડના ખર્ચે અહીં 13 એકર જગ્યામાં 50 હજાર કરતા પણ વધુ પ્લાન્ટ લગાવીને વર્ટિકલ ગાર્ડન તૈયાર કરવામાં આવશે.

ગુજરાતના શ્રેષ્ઠ ગેટમાંથી વડાપ્રધાનનો કાફલો પ્રવેશશે

ડાયમંડ બુર્સનું વિશેષ નજરાણું તેનો ગેટ બની રહેવાનો છે. એવું કહેવાય રહ્યું છે કે ડ્રિમ સિટીનો ગેટ ગુજરાતનો સૌથી શ્રેષ્ઠ ગેટ બનશે. રૂ. 9 કરોડના ખર્ચે ડાયમંડ આકારના સંપૂર્ણ ગ્લાસનાં ગેટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 75 ટકા થી વધુની કામગીરી પુરી થઇ ગઈ છે. આ ગેટમાં જ કાફેટેરિયા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં આટલો વિશાળ અને ડેકોરેટિવ ગેટ ક્યાંય નથી. સૂત્રોનું માનીએ તો જાન્યુઆરીમાં જયારે પીએમ મોદી અહીં ઉદ્ઘાટન માટે આવશે ત્યારે વડાપ્રધાનનો કાફલો આ ગેટમાંથી પસાર થઈને ડ્રિમ સિટીમાં પ્રવેશ કરશે.

Next Article