Surat : સુરત મનપાની ગાર્ડનની જગ્યા પર ગેરકાયદે ઉભા કરાયેલા ગોડાઉનના શેડને દૂર કરાયા

|

Jul 02, 2021 | 2:19 PM

Surat : સુરત મહાનગરપાલિકાની જગ્યા પર દબાણ કરેલા શેડને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા 2 વર્ષથી દબાણ કરવામાં આવ્યું હતું.

Surat : સુરત મનપાની ગાર્ડનની જગ્યા પર ગેરકાયદે ઉભા કરાયેલા ગોડાઉનના શેડને દૂર કરાયા
ગેરકાયદે ઉભા કરાયેલા ગોડાઉનના શેડને દૂર કરાયા

Follow us on

Surat : ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 33 આંજણા વિસ્તારમાં (Anjana area) આવેલ સુરત મહાનગરપાલિકાના ( Surat Municipal Corporation ) બાગ બગીચા હેતુ અનામત રાખેલા પ્લોટમાં કેટલાક સ્થાનિક તત્ત્વો દ્વારા પતરાના શેડ નાંખીને ગેરકાયદેસર રીતે બંધ કરી દીધું હતું. છેલ્લા બે વર્ષથી આ ગેરકાયદેસર ગોડાઉન કાર્યરત હતું.

ત્યારે સ્થાનિક કોર્પોરેટર દ્વારા આ અંગે મહાનગરપાલિકાને ફરિયાદ પણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ બંદોબસ્ત સાથે આ રિઝર્વેશન વાળી જગ્યા પર ગેરકાયદેસર રીતે ઊભા કરી દેવાયેલા પતરા શેડ તોડવાની કામગીરી વિરોધ વચ્ચે દૂર કરી હતી.

આંજણા એચટીસી માર્કેટ નંબર 33 પાસે સુરત મહાનગરપાલિકાએ ગાર્ડન હેતુ અનામત પ્લોટ રાખ્યો હતો. પરંતુ છેલ્લા બે વર્ષથી કેટલાક તત્વો દ્વારા અહીં ગેરકાયદેસર રીતે પતરાના શેડ ઊભા કરીને ભંગારનાં ગોડાઉન ઉભા કરી દેવામાં આવ્યા હતા. અંદાજે 2900 ચોરસ મીટર જગ્યામાં છેલ્લા બે વર્ષથી તબક્કાવાર આ શેડ ઉભા કરવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

અનામત જગ્યાની આગળના ભાગે દબાણકર્તાઓએ હોંશિયારીપૂર્વક જગ્યા ખુલ્લી રાખી હતી અને માટીના મોટા ઢગલા ની પાછળ જગ્યા પર ધીરે ધીરે પતરાના શેડ ઉભા કરી દેવાયા હતા. આ અંગે સ્થાનિક કોર્પોરેટરનું ધ્યાન જતા તેમણે રજૂઆત કરી હતી. જેના પગલે મનપા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર પતરાના શેડ દૂર કરીને અનામત જગ્યાનો કબજો લીધો હતો.

નોંધનીય છે કે મનપાના અનામત પ્લોટ પર દબાણ ઉભું કરી દેવામાં આવ્યું હોવાની અનેક ફરિયાદો સામે આવતી હોય છે. કેટલીક વાર સ્થાનિક કોર્પોરેટરો કે અધિકારીઓના મેળાપીપણામાં પણ આવા દબાણો ઉભા કરી દેવામાં આવતા હોવાની ચર્ચા ઉઠતી હોય છે.

આ કિસ્સામાં પણ છેલ્લા 2 વર્ષથી પાલિકાના પ્લોટ પર દબાણો ઉભા કરી દેવામાં આવ્યા હતા. છતાં ઝોન કક્ષાએ તેની માહિતી જ ન હોય તેવું કેવી રીતે બની શકે ? કોઈ સ્થાનિક કોર્પોરેટરોને પણ આ બાબત ધ્યાન પર ન આવી હોય એવું સમજવું પણ મુશ્કેલ છે. ત્યારે હવે બે વર્ષ બાદ આ દબાણ દૂર કરવામાં આવતા ગાર્ડન બનાવવા માટેનો માર્ગ મોકળો થયો છે.

આમ, સુરત મનપાના રિઝર્વેશન વાળી જગ્યાનો કબજો લઈને દબાણ દૂર કરવાની કામગીરી સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોન દ્વારા દુર કરવામાં આવી હતી.

Next Article