Surat : સુરતની ધરતી પરથી ગૃહપ્રધાન હર્ષ સંઘવીની નકલી પ્રેમીઓને ચિમકી, નામ બદલીને ગુજરાતની ભોળી દીકરીઓને છેતરવાની કોશિશ કરશો છોડવામાં નહીં આવે

|

Aug 05, 2022 | 2:15 PM

પોતાના વક્તવ્ય (Speech )ની અંદર આજે અલગ અંદાજ માં લોકોને અને અસામાજિક તત્વોને ટકોર કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં નાની મોટી ભોળી દીકરીઓને નામ બદલીને પ્રેમમાં ફસાવતા લોકો ચેતી જજો.

Surat : સુરતની ધરતી પરથી ગૃહપ્રધાન હર્ષ સંઘવીની નકલી પ્રેમીઓને ચિમકી, નામ બદલીને ગુજરાતની ભોળી દીકરીઓને છેતરવાની કોશિશ કરશો છોડવામાં નહીં આવે
Home minister Harsh Sanghvi (File Image )

Follow us on

ગુજરાત(Gujarat ) રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi ) દ્વારા સુરતની અંદર યોજાયેલા e- એફઆઈઆર (FIR) ના કાર્યક્રમમાં પોતાના વક્તવ્યમાં કડક શબ્દો સાથે સૂચના અને જાહેરાત કરી હતી કે ગુજરાતમાં જો નામ બદલીને કોઈપણ ભોળી દીકરીઓને પ્રેમમાં ફસાવવાની કોશિશ કરી અથવા તો પ્રેમમાં ફસાવીને હેરાનગતિ કરવામાં આવશે તો તેવા લોકોને ગુજરાત પોલીસ દ્વારા છોડવામાં નહીં આવે.

સુરત શહેરમાં સુરત શહેર પોલીસ દ્વારા ઈ એફ આર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વક્તવ્ય ની અંદર આજે અલગ અંદાજ માં લોકોને અને અસામાજિક તત્વોને ટકોર કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં નાની મોટી ભોળી દીકરીઓને નામ બદલીને પ્રેમમાં ફસાવતા લોકો ચેતી જજો.

પ્રેમ શબ્દ એક આસ્થાનું શબ્દ છે. પ્રેમ શબ્દને કોઈ પણ બદનામ કરશો તો તેને છોડવામાં નહીં આવે. પ્રેમ કરવો તમામનો હક છે પણ કોઈ મુસ્તફા મહેશ બનીને પ્રેમ કરે અને તેના દ્વારા જો સમાજની વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરશે તો તેવા લોકો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવશે. અને આ વિષય પર કોઈ પણ ફરિયાદ અમને મળશે તો તાત્કાલિક કડક પગલાં ભરવામાં આવશે તેવી બાહેધરી દ્વારા આપવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

થોડા દિવસો અગાઉ પણ પાટીદાર સમાજના એક કાર્યક્રમની અંદર પાટીદાર સમાજના આગેવાન દ્વારા આ મામલે એક નિવેદન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ કદાચ ગૃહ મંત્રી આ નિવેદન આપી અને આવા લોકોને ચેતવણી આપી હોય તેવું લાગે છે.

ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ રીતે નિવેદન કર્યું છે તેની પાછળ કયા પરિબળો છે ? શું ગુજરાતી અંદર ખરેખર આ રીતની પ્રવૃત્તિ ચાલી રહી છે અથવા તો શું આવી વાત તેમના ધ્યાને આવી હશે ? જેથી આવું કૃત્ય કરતા લોકો ને ચેતવવા માટે આ રીતનું નિવેદન કર્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પાટીદાર સમાજના આગેવાન દ્વારા પણ જે નિવેદન આપવામાં આવ્યું હતું તેના બાદ મામલો ગરમાયો હતો.

Next Article