Surat : હોટેલ ઇન્ડસ્ટ્રીને ઓનલાઇન પાર્સલ સુવિધા ફળી, હોમ ડિલિવરીમા 20 ટકાનો ઉછાળો

|

Jan 24, 2022 | 1:00 PM

સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુનો સમય પણ 10 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. અને હોટેલ રેસ્ટોરન્ટ પણ 10 વાગ્યે બંધ કરવાનો આદેશ છે. તેની અસર ધંધા પર પડી છે.

Surat : હોટેલ ઇન્ડસ્ટ્રીને ઓનલાઇન પાર્સલ સુવિધા ફળી, હોમ ડિલિવરીમા 20 ટકાનો ઉછાળો
Hotel industry gains online parcel facility, 20 per cent jump for home delivery(File Image )

Follow us on

કોરોના (Corona ) સંક્ર્મણ વધતા સરકાર દ્વારા નવી ગાઇડલાઇન (Guideline )  બહાર પાડવામાં આવી હતી. 21 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન પ્રમાણે હોટેલ ઈન્ડસ્ટ્રીઝમાં (Hotel Industry ) તેની અસર વર્તાઈ રહી છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇનનો કારણે  શહેરની હોટેલ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીના બિઝનેસમાં 30 ટકા જેટલો ઘટાડો નોંધાવા પામ્યો છે. પરંતુ 24 કલાક હોમ ડિલિવરી કરવા માટે આપેલ પરવાનગીને લીધે હોમ ડિલિવરીમાં 20 ટકાનો વધારો નોંધાયો છે.

રાજ્ય સરકારે કોરોનાને લઈને બહાર પાડેલ ગાઈડલાઈનમાં આઠ મહાનગરમાં રાત્રી કરફ્યુ હોવા છતા, હોમ ડીલીવરીની સુવિધા 24 કલાક ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. જેનો ફાયદો પણ આ ઇન્ડસ્ટ્રીને થયો છે. ઓનલાઇન પાર્સલ વેચાણમાં શહેરની હોટેલ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીને 20 ટકા જેટલા ઉછાળા સાથે ફાયદો પણ થયો છે. કોરોનાના કારણે લોકો ઘરે જ ઓર્ડર કરીને ફૂડ ખાવાનું પસંદ કરી રહ્યા છે.

નોંધનીય છે કે સરકાર દ્વારા જે ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. તેમાં હોટેલ અને રેસ્ટોરન્ટ ફક્ત 10 વાગ્યા સુધી જ ચાલુ રાખવા પરવાનગી આપવામાં આવી છે. તેમાં પણ હોટેલ રેસ્ટરન્ટમાં જમવા માટે લોકો રાત્રે 8.30 પછી જવાનું પસંદ કરતા હોય છે. અને મોડી રાત્રે 11.30 સુધી હોટેલોમાં જમવા માટે લોકોની ભીડ હોય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પણ સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુનો સમય પણ 10 વાગ્યા સુધી નો રાખવામાં આવ્યો છે. અને હોટેલ રેસ્ટોરન્ટ પણ 10 વાગ્યે બંધ કરવાનો આદેશ છે. તેની અસર ધંધા પર પડી છે. બીજી તરફ ઓનલાઇન ફૂડ ડિલિવરીને 24 કલાક પરવાનગી આપવામાં આવી છે. જેથી લોકો બહાર જવાને બદલે ઘર બેઠા જ ફૂડ ઓર્ડર કરી રહ્યા છે. ઓનલાઇન ફૂડ ઓર્ડર ડિલિવરીમાં સરકારની નવી આવેલી ગાઇડલાઇન પછી 20 ટકાનો ઉછાળો નોંધાયો છે.

હોટેલ રેસ્ટોરન્ટ એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ ના જણાવ્યા પ્રમાણે હોટેલ બિઝનેસમાં છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે ભયંકર મંદી ચાલી રહી છે. નવી ગાઇડલાઇન પછી લગ્નો માટે લોકો દ્વારા જે બેન્કવેટ હોલ પણ બુક કરવામાં આવ્યા હતા તે પણ હવે કેન્સલ કરવામાં આવી રહ્યા છે.

સરકારની ગાઇડલાઇન બાદ હોટેલ રેસ્ટોરન્ટમાં ખાવાનું પસંદ કરતા લોકો વહેલા જમવા માટે આવી રહ્યા છે. સરકાર દ્વારા રેસ્ટોરન્ટ અને હોટેલ 75 ટકા હાજરી સાથે ખોલવા અને રાત્રે 10 વાગ્યા સુધી જ ચાલુ રાખવા પરવાનગી આપવામાં આવી છે.

આ પણ વાંચો : સુરત બન્યું હિલ સ્ટેશન, તાપમાનનો પારો ગગડતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા

આ પણ વાંચો : Navsari: જિલ્લા પોલીસ વડાનો સપાટો, મરોલી પોલીસ સ્ટેશનના 7 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા

Next Article