Surat : સરથાણા આવાસમાં પાનની પિચકારી જોઈ ગૃહમંત્રી હર્ષ સંઘવી લાલઘુમ, મહિલાઓને કહ્યું “લાકડી લઈને બેસો” જેથી ગંદકી અટકે

|

Jun 06, 2022 | 11:56 AM

મહિલાઓને(Women ) ટકોર કરી હતી કે બધી મહિલાઓ ભેગી થઈ આવા લોકો સામે લાલ આંખ કરે તેવી ટકોર કરી હતી. તેઓએ ઉમેર્યું હતું કે મહિલાઓ લાકડી હાથમાં લઇને બેસે અને  પિચકારી મારતા લોકો સામે અવાજ ઉઠાવે.

Surat : સરથાણા આવાસમાં પાનની પિચકારી જોઈ ગૃહમંત્રી હર્ષ સંઘવી લાલઘુમ, મહિલાઓને કહ્યું લાકડી લઈને બેસો જેથી ગંદકી અટકે
Home Minister Harsh Sanghvi (File Image )

Follow us on

ગૃહ મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi )પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સુરત(Surat ) શહેરના જે લોકોને લાભ મળ્યો છે. સુરતના સરથાણા(Sarthana ) વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસની મુલાકાતે આજે સવારે મુલાકાત કરવા માટે ગયા હતા. તે દરમિયાન સુમન આવાસમાં જે રીતે ગંદકી જોઈ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આવાસમાં માવા ની પિચકારી જોઈ હતી. આ અંગે આવાસમાં રહેતી મહિલાઓએ ફરિયાદ કરી હતી કે પોતે લાકડી લઈને બેસે જેથી આવા લોકો આવાસ ની અંદર પાન માવા થૂંકીને ગંદકી ના કરે

ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી સંઘવી અવારનવાર સુરતમાં મુલાકાતે આવતા હોય છે. ત્યારે પોતાના વિસ્તાર અથવા તો શહેરના બીજા કોઈ વિસ્તારની પણ ઓચિંતી મુલાકાત લેતા હોય છે. અને ત્યાં કોઈ ખામી, ફરિયાદ અથવા તો કોઈ ટકોર કરવા જેવી વાત સામે આવે તો તાત્કાલિક ગંભીરતાથી લે છે. અને લોકોને ટકોર કરતા હોય જ છે તે સાથે જે તે તંત્રની બેદરકારી હોય તો તંત્રને પણ આડા હાથે લેતા હોય છે.

ત્યારે આજે વહેલી સવારે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે સુમન આવાસ બનાવવામાં આવ્યા છે તે સુમન આવાસ ની મુલાકાત લીધી હતી અને લોકો સાથે ચર્ચા વિચારણા કરી હતી. જે દરમ્યાન કેટલીક મહિલાઓએ રજૂઆત કરી હતી કે આવાસ ની અંદર લોકો પાન માવા ની પીચકારીઓ મારીને ગમે ત્યાં થૂંકે છે . મહિલાઓની રજુઆતને લઈને ગૃહ મંત્રી દ્વારા તાત્કાલિક ગંભીરતાથી લીધી હતી. અને ત્યાં રહેતી મહિલાઓને ટકોર કરી હતી કે બધી મહિલાઓ ભેગી થઈ આવા લોકો સામે લાલ આંખ કરે તેવી ટકોર કરી હતી. તેઓએ ઉમેર્યું હતું કે મહિલાઓ લાકડી હાથમાં લઇને બેસે અને  પિચકારી મારતા લોકો સામે અવાજ ઉઠાવે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આવી વાત કરતાની સાથે જ મહિલાઓને એ પણ ઉમર્યું હતું કે પોતે જ આ બાબતે ગંભીરતાથી લઇ અને આવા લોકોને રોકવા માટે પ્રયત્ન કરે ત્યારે બીજી બાજુ આવા સુંદર ગાર્ડન છે ગાર્ડન ની અંદર મોટા પ્રમાણમાં ફોર વ્હીલ પાર્કિંગ કરવામાં આવી હતી. તે ગાર્ડન સરકારી ગ્રાન્ટમાંથી બનાવવામાં આવી છે અને અહીં ગાડીઓ પાર્ક કરવામાં આવે છે.કાલથી જ  ગાડીઓ અહીં હટાવવામાં આવે અને બાળકો માટે આ ગાર્ડન બનાવવામાં આવે છે અને બાળકો આ ગાર્ડન નો લાભ લે તે માટે સૂચના પણ આપવામાં આવી છે.

Next Article