Surat : આજે દેશભર હોળી-ધુળેટીનો (HOLI)તહેવાર ધૂમધામથી ઉજવણી (Celebration)કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi)પોતાના પરિવાર સાથે ધૂળેટીની ઉજવણી કરી મહત્વની વાત એ છે કે ગુહ મંત્રી સાથે રહેતા સિક્યુરિટી ગાર્ડને એક દિવસ માટે રજા આપી દેવામાં આવી હતી. અને પોલીસ કોનવે વગર સુરતના શ્રી ઇચ્છાનાથ મહાદેવના મંદિર પોલીસ હેડ કોટર ખાતે પહોંચ્યા હતા. અને શ્રી ભોલેનાથના દર્શન કરી અને પરિવાર સાથે મંદિરના પૂજારી સાથે પારંપરિક રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. ગુજરાતની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે વહેલી સવારે અમદાવાદથી સુરત પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા. અને જે રીતે ગુજરાતની અંદર લોકો કોરોના બાદ ધૂમધામથી ધુળેટીની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ગૃહ મંત્રી પોતાની ફેમિલી સાથે પત્ની દીકરા અને દીકરી સાથે મળીને વહેલી સવારે શ્રી ઇચ્છાનાથ મહાદેવ મંદિર પોલીસ હેડ કવાર્ટર ખાતે પહોંચ્યા હતા. મહત્વની વાત એ છે ત્યારે સંઘવી પોતાની પર્સનલ કારમાં પોતે ડ્રાઈવ કરી મંદિર પહોંચ્યા હતા. ત્યાં લોકો ચોંકયા હતા, જ્યારે આ બાબતે તેમને પ્રશ્ન કરવામાં આવ્યો.
ત્યારે ગૃહ મંત્રી તરફથી જણાવ્યું કે આજે ધૂળેટી હોવાથી હું મારા ફેમિલી સાથેની ઉજવણી કરું છું. તો તમારી સાથે રહેતા પોલીસના લોકો પણ પોતાના ફેમિલી સાથે ધૂળેટીનો પર્વ ઉજવે તે માટે તેમને એક દિવસ માટે રજા આપી હતી. અને આજનો આખો દિવસ પોતે સામાન્ય વ્યક્તિની જેમ ફરશે. વધુમાં હર્ષ સંઘવી તેમના માતા-પિતા સાથે પણ ગુલાલ વડે હોળી રમી અને ધુળેટીની ઊજવણી કરી હતી.
જ્યારે ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે મંદિરની અંદર પ્રાર્થના કરી અને ભગવાન પાસે એક જ માંગ કરી એ ગુજરાતની જનતાને સુખાકારી મળે સાથે સલામતી જળવાય રહે તે માટે પ્રાર્થના કરી હતી. અને લોકોને અપીલ પણ કરી હતી કે લોકો પોતાના પરિવાર સાથે ધુળેટીની ઉજવણી કરી શકે તો પોલીસના લોકો પણ પોતાના પરિવાર સાથે થોડો સમય કાઢી ધુળેટીની ઉજવણી કરે તે માટે ગુજરાતની જનતા શાંતિ અને સલામતી જાળવી રાખે તો આ શક્ય છે.
આ પણ વાંચો : બોટાદ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ઉજવાયો દિવ્ય રંગોત્સવ, દાદાને પિચકારી સાથે રંગોનો શણગાર
આ પણ વાંચો : Jammu and Kashmir : અમિત શાહ આજથી બે દિવસ કાશ્મીરમાં, ઉચ્ચસ્તરીય બેઠક યોજી સ્થિતિની કરશે સમીક્ષા
Published On - 12:08 pm, Fri, 18 March 22