Surat: શોખ બડી ચીઝ ! સુરતમાં સોનાચાંદી અને હીરા-જડિત દાંતના ચોકઠાની વિદેશમાં ભારે માગ, ડાયમંડ જડિત ચોકઠાએ જમાવ્યું આકર્ષણ

|

Apr 24, 2023 | 5:36 PM

Surat: હિરા નગરી તરીકે જાણીતા સુરતમાં હીરા જડીત ચોક્ઠા બનાવવામાં આવ્યા છે. સુરતના જ્વેલર્સે અવનવી ડિઝાઈનના દાંતના ચોક્ઠા બનાવ્યા છે. જે ભારે આકર્ષણ જમાવી રહ્યા છે. આ ચોક્ઠાની કિંમત લાખોમાં છે.

Surat: શોખ બડી ચીઝ ! સુરતમાં સોનાચાંદી અને હીરા-જડિત દાંતના ચોકઠાની વિદેશમાં ભારે માગ, ડાયમંડ જડિત ચોકઠાએ જમાવ્યું આકર્ષણ

Follow us on

સુરત શહેર હિરા નગરી તરીકે વિશ્વમાં જાણીતું છે. ત્યારે હવે સુરતમાં હીરા જડિત ચોકઠા બનાવવામાં આવ્યા છે જે હાલ ખુબ જ આકર્ષનું કેન્દ્ર બન્યા છે. સુરતમાં નેચરલ ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ, સોના ચાંદી તેમજ મોઝોનાઈટ ડાયમંડમાંથી બનેલા દાંતના ચોકઠાં તૈયાર કરવામાં આવી રહ્યા છે અને આ ચોકઠાની ખાસ કરીને વિદેશમાં ભારે ડીમાંડ જોવા મળી રહી છે અને તેની કિંમત 25 લાખ સુધીની છે આ ઉપરાંત દાંતમાં એકે 47, બંદુક, દિલ જેવી અવનવી ડીઝાઈન પણ બનાવવામાં આવી રહી છે.

સુરતના જવેલર્સ દ્વારા આ ચોકઠાં બનાવવામાં અંદાજીત 20 દિવસનો સમય લાગે છે. તેમજ કાનની બુટી, વીટી જેવા અન્ય ઘરેણા જેમ પહેરીને કાઢી શકાય છે. તેમજ આ દાંતના ચોકઠાં પણ પહેરીને કાઢી શકાય છે. ખાસ કરીને આ ચોકઠાંમાં 16 દાંત સોના અને ચાંદીમાંથી બનાવવામાં આવે છે. તેમજ 1500 થી 2000 નંગ ડાયમંડ લગાડવામાં આવે છે. જયારે 10,14 અને 18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સુરતમાં અત્યાધુનિક આ ચોકઠાં લોકોની ડીમાંડ પ્રમાણે બનાવવામાં આવી રહ્યા છે. જેમાં નેચરલ, લેબગ્રોન અને મોઝોનાઈટ ડાયમંડ જડવામાં આવે છે. 25 ગ્રામથી લઈને 40 ગ્રામ સુધીનું વજન હોય છે અને તેની કિંમત 5 લાખથી લઈને 25 લાખ સુધીની બતાવવામાં આવી રહી છે. જેમાં સિલ્વર અને મોઝોનાઈટ ડાયમંડના 16 દાંતનું ચોકઠું 1 લાખ, ગોલ્ડન અને લેબગ્રોન ડાયમંડનું ચોકઠું 5 લાખ જયારે નેચરલ તેમજ સોનાથી બનાવેલું ચોકઠું 25 લાખ સુધીમાં તૈયાર થાય છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

યુ.કે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, નેધરલેન્ડ્સ સહિતના દેશોમાંથી મળ્યા હીરાજડિત ચોક્ઠાના ઓર્ડર

સુરત શહેરમાં તૈયાર થતા આ હીરા જડિત ચોકઠાંની ખાસ ડિમાંડ વિદેશમાં જોવા મળી રહી છે. યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, નેધરલેન્ડ્સ સહીતના દેશમાંથી આ ચોકઠાંના ઓર્ડર સુરતના જવેલર્સને મળી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેર હવે વિશ્વને હીરા જડિત ચોકઠાં પણ મોકલશે ત્યારે સુરતમાં બનાવવામાં આવેલા ચોકઠાંમાં લોકો પોતાના શોખ મુજબ ડીઝાઈન પણ કરાવવી રહ્યા છે. દાંતના આ ચોકઠાંમાં ગ્રાહકો જે પ્રકારની ડીઝાઈનની ડીમાંડ કરે છે તે મુજબની ડીઝાઈન પણ જવેલર્સ દ્વારા બનાવવી આપવામાં આવે છે. ખાસ કરીને મીનાકારીગીરી અને કસ્ટમાઈઝડ પણ કરાવવામાં આવે છે.

આ પણ વાંચો: Gujarati video : ગુજરાતના 24 મોટા મંદિરોમાં મહાસફાઈ અભિયાન, સી આર પાટીલે સુરતના અંબાજી મંદિરમાં કરી સફાઇ

પિસ્તોલ, એકે 47, પતંગતિયા, દિલ સહિતની ડિઝાઈન

હાલમાં દાંતમાં ખોપરી, પિસ્તોલ, એકે 47, પતંગિયા, દિલ સહિતની ડીઝાઈન જોવા મળી રહી છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મહત્વનું છે કે શહેરને ડાયમંડ સિટિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે સુરતમાં બનવતી અવનવી જ્વેલરી અને વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બને છે. અને તેની ડિમાન્ડ દેશવિદેશમાં હોય છે. ત્યારે સુરતના સોનાચાંદી અને ડાયમંડના ચોકઠાની ચર્ચા ચારેકોર થઇ રહી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article