AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ગોડાદરામાં લટકતા કેબલથી લોકોને હાલાકી, હાઈટેન્શન લાઈન માત્ર 13થી 15 ફૂટ ઉપર

ગોડાદરા વિસ્તારમાં આવેલી રામ રાજ્ય સોસાયટીમાંથી પસાર થતી હાઈટેન્શન લાઈનને (High tension line) કારણે સ્થાનિકો પરેશાન છે, સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ હાઈટેન્શન લાઈનના કારણે અવાર નવાર દુર્ઘટના સર્જાય રહી છે તેમજ થોડા દિવસો પહેલા જ એક યુવકને કરંટ લાગ્યો છે, અમારી માગ છે કે આ હાઈટેન્શન લાઈનને અન્ડર ગ્રાઉન્ડ કરવામાં આવે. જેથી તેમની સમસ્યા ઓછી થઇ શકે.

Surat : ગોડાદરામાં લટકતા કેબલથી લોકોને હાલાકી, હાઈટેન્શન લાઈન માત્ર 13થી 15 ફૂટ ઉપર
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 01, 2023 | 4:49 PM
Share

Surat : સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી રામ રાજ્ય સોસાયટીમાંથી પસાર થતી હાઈટેન્શન લાઈનને (High tension line) કારણે સ્થાનિકો પરેશાન છે, સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ હાઈટેન્શન લાઈનના કારણે અવાર નવાર દુર્ઘટના સર્જાઈ રહી છે તેમજ થોડા દિવસો પહેલા જ એક યુવકને કરંટ લાગ્યો છે, સ્થાનિકોની માગ છે કે આ હાઈટેન્શન લાઈનને અન્ડર ગ્રાઉન્ડ કરવામાં આવે.

આ પણ વાંચો-Sabka Sapna Money Money : SIPમાં રોકાણ કેમ કરવુ જોઇએ ? તેના પાંચ ફાયદા જાણીને તમે આજથી જ રોકાણ શરુ કરી દેશો

સ્થાનિક કામિની બેને જણાવ્યું હતું કે અહી હાઈટેંશન લાઈન પહેલા ઉપર હતી, પરંતુ હવે ઘણી નીચી આવી ગઇ છે, અહી બાળકો રમતા પણ ડરી રહ્યા છે, દંડો અડવાના કારણે એક બાળકનું મોત પણ થઇ ચુક્યું છે, ત્રણ ચાર દિવસ પહેલા એક વ્યક્તિને કરંટ પણ લાગ્યો છે, અમારી એક માગ છે કે આ હાઈટેશન લાઈનને અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવે.

બીજી તરફ સ્થાનિક પીન્ટુભાઈ યાદવે જણાવ્યું હતું કે સોસાયટીની વચ્ચેથી હાઈટેન્શન વાયર જાય છે, જે જમીનથી માત્ર 10 થી 12 ફૂટ જ ઉપર છે. હું અહી છેલ્લા 18 વર્ષથી રહું છું, 4 થી 5 ઘટના તો અમારી સામે જ બની છે, એક બાળકનું મોત પણ થયું છે અને થોડા દિવસો પહેલા એક વ્યક્તિ દાઝી પણ ગયો છે,

અન્ય એક પાયલ કુંવરે જણાવ્યું હતું કે હું અહી છેલ્લા 20 વર્ષથી રહું છું, અહી હાઈટેનશનનો તાર માત્ર 9 થી 10 ફૂટ ઉપર જ છે, અહી બાળકો સુરક્ષિત રીતે રમી પણ શકતા નથી, સોસાયટીની અંદર ટેમ્પો પણ આવી શકે તેમ નથી, અમે ઘરની ગેલેરીમાં ઉભા રહીને નીચે કોઈ પણ વસ્તુ લોડ કરી શકતા નથી, આ સમસ્યાને લઈને અમે અનેક રજુઆતો કરી છે કે આ હાઈટેનશન લાઈનને અન્ડર ગ્રાઉન્ડ કરી દેવામાં આવે કા તો અહીથી હટાવી દેવામાં આવે, પરંતુ અમારી વાત કોઈ નેતા કે પ્રશાસન સાંભળવા રાજી નથી, બે દિવસ પહેલા જ એક યુવકને ગંભીર રીતે કરંટ લાગ્યો છે, અમારી માંગ છે કે હાઈટેન્શન લાઈનને અન્ડર ગ્રાઉન્ડ કરાવી દેવામાં આવે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">