Surat: સિવિલની નવી બિલ્ડીંગ બનાવવા માટે ગ્રાન્ટ મંજુર, જૂની જર્જરિત બિલ્ડિંગમાં 2 કરોડના ખર્ચે ફાયર સિસ્ટમ લગાવવામાં આવશે

|

May 18, 2022 | 5:43 PM

સરકારની(Government ) આ યોજના પર સવાલો ઉઠી રહ્યા છે કે જ્યારે નવી બિલ્ડીંગ બની જ રહી છે, ત્યારે સરકાર સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગના રીનોવેશન અને ફાયર સિસ્ટમ ફીટ કરવા પાછળ કેમ નાણા ખર્ચી રહી છે.

Surat: સિવિલની નવી બિલ્ડીંગ બનાવવા માટે ગ્રાન્ટ મંજુર, જૂની જર્જરિત બિલ્ડિંગમાં 2 કરોડના ખર્ચે ફાયર સિસ્ટમ લગાવવામાં આવશે
Surat Civil Hospital (File Image )

Follow us on

દક્ષિણ ગુજરાતની મોટામાં મોટી એવી નવી સિવિલ (Civil ) હોસ્પિટલમાં નવી બિલ્ડીંગના(Building ) નિર્માણ માટે સરકારે આ વર્ષે 25 કરોડની ગ્રાન્ટ (Grant) મંજૂર કરી છે. એક તરફ જૂની બિલ્ડીંગ તોડીને નવી બિલ્ડીંગ બનાવવા માટે આ ગ્રાન્ટ આપવામાં આવી રહી છે તો બીજી તરફ સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગના નવીનીકરણ માટે 60 લાખનો ખર્ચ કર્યા બાદ હવે 2 કરોડના ખર્ચે ફાયર સિસ્ટમ લગાવવામાં આવી રહી છે. પરંતુ તેના કારણે સરકારની આ યોજના પર સવાલો ઉઠી રહ્યા છે કે જ્યારે નવી બિલ્ડીંગ બની જ રહી છે, ત્યારે સરકાર સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગના રીનોવેશન અને ફાયર સિસ્ટમ ફીટ કરવા પાછળ કેમ નાણા ખર્ચી રહી છે.

સિવિલ હોસ્પિટલની જૂની જર્જરિત બિલ્ડીંગમાંથી સતત કાટમાળ પડી રહ્યો છે. ઈમારતોમાં સ્લેબ અને પોપડા પડવાના બનાવો સામાન્ય બની ગયા છે. જર્જરિત ઈમારતને કારણે ઘણી વાર લિફ્ટ બંધ રહે છે. આ જૂની જર્જરિત ઈમારતને તોડીને નવી ઈમારત બનાવવી જરૂરી બની ગઈ છે. આ અંતર્ગત સરકારે નવી ઈમારત બનાવવા માટે 400 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ જ વર્ષમાં તેના માટે 25 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.

જૂની બિલ્ડિંગમાં 60 લાખના ખર્ચે રિનોવેશનની કામગીરી કરવામાં આવી રહી છે, સિવિલની જૂની તેમજ જર્જરિત ઈમારતમાંથી સ્લેબ પડી જવાની અને વરસાદના દિવસોમાં પાણી ટપકવાની ઘટનાને નિવારવા માટે 60 લાખના ખર્ચે જૂની ઈમારતના રિનોવેશનની કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં અહીં બે કરોડ રૂપિયા ખર્ચીને ફાયર સિસ્ટમ કીટ લગાવવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

આવા સંજોગોમાં જ્યારે નવું બિલ્ડીંગ બનશે, ત્યારે ફરી એકવાર જૂની બિલ્ડીંગમાં થયેલો ખર્ચ સદઉપયોગમાં આવશે નહી. હવે 2 કરોડના ખર્ચે ફાયર સિસ્ટમ લગાવવામાં આવી રહી છે. પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ એટલે કે પીઆઇયુના ડેપ્યુટી ઇજનેર એસ.બી. સુતરિયાએ જણાવ્યું હતું કે હાઇકોર્ટના આદેશ બાદ ફાયર સિસ્ટમ લગાવવી જરૂરી બની છે. આગામી દિવસોમાં સિવિલ હોસ્પિટલના નવી બિલ્ડીંગ બનાવવા માટે ગ્રાન્ટ મળતા જ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાશે.

Next Article